Vadodara : ધરુ ઉછેરમાં ખેડૂતે કરી બતાવી કમાલ, મધ્યમ કદની કંપનીના સીઈઓ જેટલી મેળવે છે આવક

|

Jun 06, 2022 | 3:56 PM

72 વર્ષની ઉમરના ગુલાબ ફાર્મ'ના (Farm) માલિક નવનીતભાઈ પટેલ વર્ષોથી ધરુ ઉછેરમાં નિષ્ણાત (Expert) છે. મરચાના ધરુથી કરેલી નવનીતભાઇની શરૂઆત બ્રોકોલીના ધરુઉછેર સુધી પહોંચી છે.

Vadodara : ધરુ ઉછેરમાં ખેડૂતે કરી બતાવી કમાલ, મધ્યમ કદની કંપનીના સીઈઓ જેટલી મેળવે છે આવક
ધરુ ફાર્મિંગમાં નિષ્ણાતે કરી બતાવી કમાલ

Follow us on

વડોદરા (Vadodara)જીક અવાખલ ગામના રોડ પરથી પસાર થતા લોકો ‘ગુલાબ’, ફાર્મ હાઉસ અને નર્સરી જોઈને આકર્ષિત થાય છે. અહીંના રસ્તા પરથી પસાર થતા એક વિશાળ ગ્રીન હાઉસના (Green house) ડોમ દેખાય છે. આ તમામ વસ્તુઓ ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ટેકનોલોજીનો સફળ વિનિયોગ થયાનું દર્શાવે છે. 72 વર્ષની ઉમરના ગુલાબ ફાર્મ’ના માલિક નવનીતભાઈ પટેલ વર્ષોથી ધરુ ઉછેરમાં નિષ્ણાત (Expert) છે. મરચાના ધરુથી કરેલી નવનીતભાઇની શરૂઆત બ્રોકોલીના ધરુઉછેર સુધી પહોંચી છે. તેમની આ આવડતને લીધે તેમની પોતાની આવક મધ્યમ કદની કંપનીના સીઈઓ જેટલી એટલે કે લગભગ વર્ષે 30 લાખ જેટલી થઇ ગઇ છે.

કૃષિ ક્ષેત્રે નવીનતા લાવવા કરી રહ્યો છુ કામ

ધરુ ઉછેરમાં નિષ્ણાત નવનીતભાઈ સમજાવે છે, “હું આ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે નવીનતા લાવવા માટે કામ કરી રહ્યો છું અને મારી ખેતી કરવાની પદ્ધતિ વિસ્તારી રહ્યો છું. મારી પાસે કુલ 14 એકર ખેતીની જમીન છે, જેમાં બે એકર ફળ-ફૂલછોડ અને શાકભાજીની નર્સરી માટે અલાયદી રાખી છે. અમે શરૂઆતના વર્ષોમાં બે કે ત્રણ શાકભાજીની ખેતી કરતા હતા. રાજ્યના કૃષિ વિભાગ પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ હવે નવ પ્રકારની વિવિધ શાકભાજી ઉગાડવાનું શક્ય બન્યું છે.”

માત્ર એક રૂપિયામાં વેચી દે છે છોડ

નવનીતભાઈ એક એકર જમીનમાં ગ્રીનહાઉસ બનાવી તેમાં મરચાં, રીંગણ, લેટીસ, ફ્લાવર, કોબીજ, ટામેટા, બ્રોકોલી, ડુંગળી અને ગલગોટાના ફૂલોના ધરૂનો ઉછેર કરે છે, ત્યારપછી તે આ છોડ ખેડૂતોને એક છોડના એકાદ રૂપિયાની આસપાસ આપી દે છે. છોડ નારિયેળના છોતરાથી બનાવેલી ગાદી ક્યારાઓમાં ઉછેરવામાં આવે છે. જેમાં માટી સાથે જરૂરી પ્રમાણમાં ખાતર મિશ્ર કરવામાં આવે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ખેતરમાં 30 લોકોને રોજગારી આપી

ઓછા પાણીને મહત્તમ ઉપયોગ કરવા માટે, નર્સરીમેન નવનીતભાઈએ ગ્રીનહાઉસની અંદર અને બહાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વિકસાવી છે. આ ઉપરાંત તેઓ તેમના ખેતરમાં 30 લોકોને રોજગારી આપે છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર ઓર્ગેનિક ખેતીની હિમાયત કરે છે જેને નવનીતભાઈ વ્યાપક ખેડૂત સમુદાય સુધી પહોચાડવા માગે છે. તેઓ વખતો વખત રાજ્યના ખેતીવાડી અને બાગાયત ખાતાનું માર્ગદર્શન મેળવીને ખેતીમાં વૈવિધ્યકરણ કરે છે જે તેમને સારું વળતર અપાવે છે.

Next Article