Vadodara: વારસીયામાં પરિવાર બીજા ફ્લેટમાં સુવા ગયુ અને તસ્કરો હાથફેરો કરી ગયા, બંધ મકાનમાંથી થઈ લાખોની ચોરી

|

Jul 31, 2023 | 11:51 PM

Vadodara: વડોદરામાં તસ્કરો બન્યા બેફામ, વારસિયામાં પરિવાર બીજા ફ્લેટમાં સુવા ગયો અને પાછળથી બંધ મકાનનો નકુચો તોડી તસ્કરો મકાન સાફ કરી ગયા. પોલીસ જાણે નીંદ્રાધીન બનેલી હોય તેમ તસ્કરો બંધ મકાનમાંથી લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા છે.

Vadodara: વારસીયામાં પરિવાર બીજા ફ્લેટમાં સુવા ગયુ અને તસ્કરો હાથફેરો કરી ગયા, બંધ મકાનમાંથી થઈ લાખોની ચોરી

Follow us on

Vadodara: વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કર રાજ જામ્યું હોય એ રીતે ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે ફતેહગંજમાં ચડ્ડી બનીયન ધારી તસ્કર ટોળકી ત્રાટકી હતી અને હવે વારસિયામાં વહેલી સવારે તસ્કરો બંધ મકાનના નકુચાને તોડી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

વારસિયામાં આવેલ બંધ મકાનમાંથી લાખોની ચોરી

વારસિયામાં આવેલી હરિઓમ નગર સોસાયટીમાં રહેતા અનિલ બુધવાની એ જણાવ્યું કે નજીક માંજ તેઓએ નવો ફ્લેટ રાખ્યો છે, ત્યાં પરિવાર સાથે રાત્રે સુવા ગયા હતા. રાત્રિના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા દરમ્યાન તસ્કરો ઘરના મુખ્ય દરવાજાના તાળા તોડી તિજોરીનું તાળું તોડી અંદર મૂકી રાખેલ રોકડ રકમ ,મંગલ સૂત્ર, સોનાની ચેન, વીંટી, કાનની બુટી સહિત સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 9 થી 10 લાખની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા.

પોલીસ ઊંઘતી રહી અને તસ્કરો ત્રણ લાખની ચોરી કરી ફરાર થઈ  ગયા

બનાવની જાણ થતાં દોડી આવેલ વારસિયા પી આઈ એ એમ ગઢવી એ જણાવ્યું હતું ચોરી થઈ છે, કેટલાની ચોરી થઈ છે એ અંગે વિગતો મેળવી છે. પ્રાથમિક અંદાજ મુજબ ત્રણ લાખ રૂપિયાની ચોરી થઈ છે, તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત જારી છે. સોસાયટીમાં આવવા જવાના માર્ગો પરના cctv ચેક કરવામાં આવી રહ્યા છે. FSL અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ની મદદ લેવામાં આવી છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

તસ્કરો ઝડપી પાડવા વારસિયા PI આશાવાદી

PI એ.એમ.ગોહિલે Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે વારસિયા પોલીસ અને ઝોન 4 LCBની ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અમને આશા છે કે વહેલી તકે અમે તસ્કરોનું પગેરું મેળવી લઈશું

પોલીસ સ્ટેશનના 500 મીટરના અંતરેજ ચોરી

ઘર મલિક અનિલ બુધવાનીએ જણાવ્યું કે જ્યાં ચોરી થઈ તે અમારા ઘરથી પોલીસ સ્ટેશન 500 મીટરના અંતરેજ છે, 500 મીટરના અંતરે આવેલી સોસાયટી જો સલામત ના હોય તો સમગ્ર વડોદરા શહર માટે ચિંતાનો વિષય છે. આ સોસાયટીમાં ચોરીનો પ્રથમ બનાવ છે, પરંતુ થોડા સમય પૂર્વે નજીકની સોસાયટીમાં વાહન ચોરીના બનાવો બન્યા છે.

આ પણ વાંચો : Breaking News: વડોદરાના સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, વિદ્યાર્થિની રાજસ્થાનના બાંસવાડાની હોવાનું ખુલ્યું

રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવીશું: PI એ એમ ગઢવી

વડોદરામાં વધી રહેલા ચોરીના ઉપરાછાપરી બનાવો ને કારણે રાત્રી પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.પી આઈ એ એમ ગોહિલે જણાવ્યું કે રાત્રી પેટ્રોલિંગ ચાલુજ હોય છે, પેટ્રોલિંગ હજુ વધુ સઘન બનાવવામાં આવશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article