Vadodara : વિદેશમંત્રી એસ. જયશંકર સહિત 60થી વધુ રાજદ્વારીઓએ ગુજરાતના ભાતીગળ પોશાકમાં માણ્યો ગરબાનો આનંદ , ખેલૈયાઓ સાથે લીધી સેલ્ફી

|

Oct 02, 2022 | 9:09 AM

વિદેશમંત્રી  એસયજયશંકર અને તેમના ધર્મપત્ની  કયોકો જયશંકરે મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી  અને ત્યારબાદ વિદેશમંત્રી હાજર ખેલૈયાઓને મળ્યા હતા. કેમ છો ? કહીને તેમણે ખેલૈયાઓના સહજ ભાવે ખબર-અંતર પૂછયા હતા. આ દરમિયાન ખેલૈયાઓએ મંત્રી સાથે સેલ્ફી લીધી હતી.

Vadodara : વિદેશમંત્રી એસ. જયશંકર સહિત 60થી વધુ રાજદ્વારીઓએ ગુજરાતના ભાતીગળ પોશાકમાં માણ્યો ગરબાનો આનંદ , ખેલૈયાઓ સાથે લીધી સેલ્ફી
વિદેશમંત્રી અને તેમના ધર્મપત્નીએ મા અંબાની કરી આરતી

Follow us on

નવરાત્રીના  (Navratri 2022) સમયમાં વ્યક્તિ ગુજરાત આવે અને  ગરબાની મજા માણ્યા વિના રહે એવું તો બને જ નહીં.  ગુજરાતમાં નવલા નોરતાની રમઝટ જામી છે અને  નવરાત્રીનો તહેવાર ચરમસીમાએ છે ત્યારે ગુજરાતમાં પધારેલા અતિથીઓ પણ  શક્તિની ભક્તિની આ તહેવારમાં સામેલ થયા છે.  વડોદરા ખાતે ગુજરાતના મહેમાન બનેલા  વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે     (Foreign Minister Dr. S. Jaishankar ) 60 વિદેશી રાજદૂતો (Foreign ambassadors) સાથે વડોદરાના સુવિખ્યાત યુનાઈટેડ વે (United Way Garba ) ખાતે નવરાત્રીની રંગત માણી હતી. તેઓ આ ગરબા મહોત્સવમાં ભાતીગળ ભરતકામ કરેલી કોટી  પહેરીને તેઓએ  ખેલૈયાઓ  સાથે   ફોટા પણ  પડાવ્યા હતા.

 

વિદેશના રાજદ્વારીઓએ માણ્યો ગરબાનો આનંદ

વડોદરાની વિરાસત અને ગુજરાતની અસ્મિતા એવા દુનિયાના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવને નિહાળી વિદેશી રાજદ્વારીઓ અભિભૂત  થઈ ગયા હતા.  આમ તો વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે અને વિદેશી મહેમાનોએ મંત્રમુગ્ધ થઈને વડોદરાના ગરબા નિહાળ્યા હોય એવું લગભગ પ્રત્યેક નવરાત્રીમાં બને છે. પરંતુ એક સાથે વિવિધ દેશોના 60 થી વધુ રાજદ્વારીઓએ ગરબા નિહાળ્યા હોય એવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પહેલીવાર બની હતી.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

 

વિદેશના રાજદ્વારીઓએ પણ નિહાળ્યા ગરબા

વિદેશમંત્રી  એસયજયશંકર અને તેમના ધર્મપત્ની  કયોકો જયશંકરે મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી  અને ત્યારબાદ વિદેશમંત્રી હાજર ખેલૈયાઓને મળ્યા હતા. કેમ છો ? કહીને તેમણે ખેલૈયાઓના સહજ ભાવે ખબર-અંતર પૂછયા હતા. આ દરમિયાન ખેલૈયાઓએ મંત્રી સાથે સેલ્ફી લીધી હતી.  મહેમાન બનેલા રાજદ્વારીઓએ કૂતૂહલ સાથે ખેલૈયાઓના  ગરબા નિહાળ્યા હતા.

 

ખેલૈયાઓએ વિદેશમંત્રી સાથે લીધી સેલ્ફી

વિદેશી ડેલીગેશન સાથે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને મતી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, જીતુભાઇ સુખડિયા, સીમાબેન મોહિલે, વડોદરાના મેયર કેયુરભાઇ રોકડિયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર મતી શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા

 

Next Article