ગુજરાતના વડોદરામાં 1 કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે આરોપી હજુ વોન્ટેડ છે. જેમાં ભંગારમા વેપારીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કાગળ પર બોગસ પેઢીઓ બનાવી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે. જેમાં આરોપીઓએ પોતાના નામના તથા અન્યના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી GST પોર્ટલ ઉપર અપલોડ કરી GSTN નંબર મેળવ્યો હતો. આ પેઢીઓના નામથી કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં માત્ર કાગળ પર પેઢીઓ ઉભી કરી ખોટા અને બનાવટી ટેક્ષ ઇનવોઇસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
જેના આધારે ખોટી GST વેરા શાખ મેળવી/ક્લેઇમ કરી સરકારની તીજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડી ગુનો કર્યો હતો. આ તપાસ દરમ્યાન આલ્ફા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ખોટા અને બનાવટી ટેક્ષ ઇનવોઇસનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેના આધારે જય બજરંગ એલોઈજ એન્ડ પાઈપ્સ પ્રા.લી.મી. કંપની વાઘોડીયા રોડ, વડોદરા શહેરના પ્રોપરાઇટર-નરીંગાભાઇ ઉર્ફે નરેશ લવજીભાઇ મોદી લાંબા સમયની શોધખોળ ને અંતે પોલીસની પકડમાં આવ્યો છે.
જેમાં ઇકો સેલના પીઆઈ હેતલ તુવર દ્વારા આરોપી નરીંગાભાઇ ઉર્ફે નરેશ મોદીની ઘનિષ્ઠ પુછપરછ કરી તેની પાસેથી મે.આલ્ફા એન્ટરપ્રાઇઝ કંપનીના ખોટા અને બનાવટી ટેક્ષ ઇનવોઇસ, વજનકાંટા પાવતી તથા ઇ-વે બીલો કબજે કર્યા હતા. આ કેસની તપાસમા મદદ માટે નિયુક્ત સી.એ.ની મદદ થી હિસાબોનું એનાલીસીસ કરાવતા આરોપી નરીંગાભાઇ લવજીભાઇ મોદીએ આલ્ફા એન્ટરપ્રાઇઝની પેઢીના ખોટા અને બનાવટી ટેક્ષ ઇનવોઇસ આધારે સરકાર પાસેથી રૂપિયા 1,03,89,054 ની ખોટી GST વેરા શાખ મેળવી લીધેલ હોવાનું પુરવાર થયું છે.
Published On - 10:27 pm, Fri, 31 March 23