Vadodara: જિલ્લા પોલીસને રૂ. 77.60ના ખર્ચથી વિવિધ આવાસીય અને બિનઆવાસીય સુવિધા મળશે, અમિત શાહ કરશે લોકાર્પણ

|

May 26, 2022 | 3:29 PM

રાજ્ય અનામત પોલીસ દળ જુથ -1 વડોદરા ખાતેના બી ટાઇપના નવનિર્મીત રહેણાંક મકાનો તથા કચેરીઓનું લોકાપર્ણ આગામી તા.29-05-2022ના રોજ સવારે 11 વાગ્યે છાણી મુખ્ય મથક ખાતેથી થશે.

Vadodara: જિલ્લા પોલીસને રૂ. 77.60ના ખર્ચથી વિવિધ આવાસીય અને બિનઆવાસીય સુવિધા મળશે, અમિત શાહ કરશે લોકાર્પણ
Amit Shah (File photo)
Image Credit source: PTI

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આગામી તા. 29ના રોજ વડોદરા (Vadodara) જિલ્લા પોલીસ (Police) માટે રૂ. 77.60 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી આવાસીય અને બિનઆવાસીય સુવિધાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત પોલીસ અશ્વ દળ, પોલીસ શ્વાનદળ, પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ તેમજ રાજ્ય અનામત પોલીસ દળ જુથ -1 વડોદરા ખાતેના બી ટાઇપના નવનિર્મીત રહેણાંક મકાનો તથા કચેરીઓનું લોકાપર્ણ આગામી તા.29-05-2022ના રોજ સવારે 11 વાગ્યે છાણી મુખ્ય મથક ખાતેથી થશે.

ઉક્ત સુવિધાઓની વિગતો જોઇએ તો જિલ્લા પોલીસના અશ્વો પાસેથી મોટા – મોટા મેળાઓમાં, માનવ મેદનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જયાં વાહન ન જઇ શકે તે અંરિયાળ વિસ્તારમાં ફરજ બજાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તદ્દઉપરાંત રાષ્ટ્રીય તહેવારોની પરેડમાં ભાગ લઇ મહેમાનોના સ્વાગત માટે એસ્કોર્ટ પાયલોટીંગ અશ્વો રહે છે. આધુનિક યુગમાં પણ અશ્વ પર સવારી ક૨વી ગૌ૨વપૂર્ણ હોવાથી નાગરિકોને પણ રાયડીંગ કલબમાં ઘોડેસવારીતાલીમ આપવામાં આવે છે. હાલમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં કૂલ 11 અશ્વો ફરજ બજાવે છે. આ અશ્વદળની કચેરીના બાંધકામ સહિતીની સુવિધા માટે કુલ ખર્ચ રૂ .16.89 લાખ થયો છે.

પોલીસના ટ્રેકર ડોગ દ્વારા ગુનાઓ બને ત્યારે સ્મેલ/પ૨સેવા ઉ૫૨થી આરોપીની ઓળખ તેમજ સ્નીફર ડોગ દ્વારા ગનપાવડર, તથા વિસ્ફોટક પદાર્થો શોધવાની કામગીરી તથા નાર્કોટીકસ ડોગ દ્વારા ચરસ, ગાંજો, બ્રાઉનસુગર જેવા નશીલા પદાર્થો શોધી કાઢવામાં મદદરૂપ થાય છે. હાલમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ડોબરમેન પ્રજાતીનું 1 ડોગ ફ૨જ બજાવે છે તેમજ લેબ્રાડોર તથા ડોબરમેન પ્રજાતી ના ૨ ડોગ તાલીમમાં છે

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

પોલીસ વિભાગમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ મહત્વનો ભાગ છે. પોલીસ વાહન વ્યવહાર કુદરતી આફતો, હુલ્લડો, તથા અકસ્માત, અપહ૨ણ તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત તમામ પરીસ્થિતીમાં પોલીસ અધીકારી/કર્મચારીઓને સમયસર ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડવામાં ખુબજ ઉપયોગી થાય છે. વડોદરા ગ્રામ્ય જીલ્લા ખાતે કૂલ 228 વાહનો કાર્યરત છે. જે વાહનોની જાળવણી અર્થે મુખ્ય મથક, છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે અદ્યતન પોલીગ્ન મોટર ટ્રાન્સપોર્ટની (એમ.ટી.) અતિ આધુનિક નવ ર્નાર્મત કચેરી નિર્માણ પામેલ છે. એમ.ટી. તથા ડોગ કેનાલ બાંધકામનો કુલ ખર્ચ રૂ. 167.18 લાખ થયો છે.

Published On - 3:27 pm, Thu, 26 May 22

Next Article