Vadodara: વેપારીઓને દંડતી પોલીસનો અલગ ચહેરો, કોરોના ગાઈડલાઈનનું પાલન કરતાં વેપારીઓનું કર્યુ સન્માન

|

Jun 09, 2021 | 9:09 PM

Vadodara: વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વડોદરા પોલીસ દુકાને દુકાને જઈને વેપારીઓનું સન્માન કરી રહી છે.

Vadodara: કોરોના મહામારીના આ સમયમાં વેપારીઓ હોય કે સામાન્ય નાગરિકો, કોરોનાના નિયમોને લઈને પોલીસ સાથે રકઝક થતી જ હોય છે. તેવામાં દંડ ફટકારતી પોલીસનો અલગ ચહેરો જોવા મળ્યો હતો, વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વડોદરા પોલીસ દુકાને દુકાને જઈને વેપારીઓનું સન્માન કરી રહી છે.

 

 

વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે દુકાનદારોએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વેપાર કરે છે તેવા વેપારીઓને રૂબરૂ દુકાને જઈ સન્માન કર્યું હતું. DCP કરણરાજ વાઘેલા, ACP, PI, PSI સહિતના સ્ટાફે અલગ અલગ દુકાનો પર જઈને વેપારીઓનું સન્માન કર્યું હતું, અનલોક થતાં જ લોકોની વધુ ભીડ ન થાય અને કોરોના ગાઈડલાઈનનું બરાબર પાલન થાય તે માટે થઈને આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

 

વડોદરા પોલીસના આ નવતર પ્રયોગને વેપારીઓએ પણ હોંશે હોંશે વધાવી લીધો છે અને તમામ પ્રકારનો સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. જાણવા મળતી વિગતો મુજબ વેપારીઓ અને રિક્ષા ચાલકો માટે રસિકરણનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવશે.

 

આ પણ વાંચો: Banaskantha: ડિગ્રી વગરના ડોક્ટરોની વ્હારે આવ્યા દિયોદરના ધારાસભ્ય, કાર્યવાહી ન કરવા કરી વિચિત્ર માંગ

Next Video