વડોદરામાં રખડતી ગાયોના હુમલાને કારણે વૃદ્ધાના દુ:ખદ મોતની ગંભીર ઘટના બાદ સ્થાનિકોનો આક્રોશ જોતા મોડે મોડે પણ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદે ઢોરવાડો તોડી નાખ્યો હતો. સાથે જ સાથે જ વરણા વિસ્તારમાંથી ગાયના માલિક કરણ મૂલજીભાઈ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વડોદરાના તંત્ર દ્વારા ઢોર માલિકના ઘરના તમામ વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા આદેશ કરવામાં આવ્યો છે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વૃદ્ધાનો ભોગ લેનાર ગાય માલિકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે તેમજ પોલીસ પાસા સુધીની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી છે. હવે જે રસ્તા પર ઢોર રખડતા મુકનારના પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાશે. તેમણે ઉમેર્યું હતું કે કોને ઢોરના ત્રાસથી મુક્ત કરવા ખટમ્બા ખાતે હોસ્ટેલ બનાવી છે પરંતુ પશુપાલકો તેનો લાભ નથી લેતા.
સમગ્ર ઘટના એવી હતી કે વડોદરાના માણેજા પાસે આવેલી પંચરત્ન સોસાયટીમાં વૃદ્ધા નિશ્ચિત થઈને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ યમદૂત બનીને આવેલી ગાયે હિંસક હુમલો કરી દીધો હતો. ગાયના ટોળાનો હુમલો એટલો તો હિંસક હતો કે નિ:સહાય વૃદ્ધાનો પગ ભાંગી ગયો હતો અને જોત જોતામાં ઘટનાસ્થળ ઉપર જ વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત થઇ ગયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
#StrayCattle‘s never-ending terror: Elderly woman lost life after stray cattle attack in #Vadodara #Gujarat #TV9News pic.twitter.com/Fl9rCt19bs
— Tv9 Gujarati (@tv9gujarati) March 4, 2023
રખડતા ઢોર અને તે અંગેની કામગીરી માટે ધારાસભ્ય કેયૂર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર સાથે ચર્ચા કરીને રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ કડક કામગીરી કરવાના આદેશ પણ જાહેર કર્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તંત્રએ 40 રખડતા ઢોર ડબે પૂરી દીધા હતા.વૃદ્ધાના મોત બાદ સ્થાનિકોના આક્રોષને જોતા તંત્રએ ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો હતો.