Vadodara : કોરોનાની મહામારીથી એસટી વિભાગને ફટકો, પાદરા એસટી ડેપોની આવકમાં ધરખમ ઘટાડો
વડોદરા

Follow us on

Vadodara : કોરોનાની મહામારીથી એસટી વિભાગને ફટકો, પાદરા એસટી ડેપોની આવકમાં ધરખમ ઘટાડો

| Edited By: | Updated on: May 29, 2021 | 2:29 PM

Vadodara : આ વચ્ચે એસટી (ST) વિભાગ પણ કોરોનાને કારણે પ્રભાવિત થયો છે. એસટી વિભાગની આવકમાં પણ ગાબડું પડ્યું છે.

Vadodara : કોરોનાની બીજી લહેર હાલ ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોય ઘણા લોકોને બેરોજગાર થવાનો વારો આવ્યો છે તો ઘણા લોકોએ સ્વજન ગુમાવ્યા છે. આ વચ્ચે એસટી વિભાગ (ST department) પણ કોરોનાને કારણે પ્રભાવિત થયો છે. એસટી વિભાગની આવકમાં પણ ગાબડું પડ્યું છે.

કોરોના સંક્રમણને અટકાવવા માટે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ અમલમાં મૂક્યું છે. જેને લઈને એસ્ટીન લાંબા રૂટ બંધ થઇ ગયા છે. જેને લઈને એસટીની આવકમાં ઘટાડો થયો છે તો મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના કાળની અસર પાદરાના એસ.ટી ડેપોમાં પણ વર્તાઈ છે.પાદરા એસટી ડેપોની દૈનિક આવકમાં 60 ટકાનો ઘટાડો થતા એસટી વિભાગ મુશ્કેલીમાં મુકાયો છે. પાદરા એસટી વિભાગના કુલ 44 રૂટમાંથી 30 રૂટ કાર્યરત છે. જ્યારે 14 અંતરિયાળ ગામોના રૂટ બંધ કરવાની ફરજ પડી છે.

હાલ જે ચાલુ રહેલા રૂટમાં ડીઝલનો ખર્ચ પણ નથી નીકળતો હોવાનું એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે સાથે 18 વર્ષથી ઉપરના એસટી કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર તરીકે વેકસિન મળે તે માટે પણ માગ કરી હતી.