Vadodara : ગુજરાતના લો એન્ડ ઓર્ડર DG તરીકે નિમણુક પામેલા કમિશનર ડૉ શમશેરસિંઘનો યોજાયો વિદાય સમારંભ, પુષ્પવર્ષા સાથે અપાઈ ઉષ્માપૂર્ણ વિદાય

|

Jul 31, 2023 | 5:33 PM

Vadodara: વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘની રાજ્યના લો એન્ડ ઓર્ડર DG તરીકે નિમણુક કરવામાં આવી છે. ત્યારે આજે કમિશનર પદેથી તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે તેમણે જણાવ્યુ કે પોલીસનું દરેક કામ સમાજ માટે છે. પોલીસનું કામ નાનું પણ સમાજ માટે ઘણુ મોટુ હોય છે.

Vadodara : ગુજરાતના લો એન્ડ ઓર્ડર DG તરીકે નિમણુક પામેલા કમિશનર ડૉ શમશેરસિંઘનો યોજાયો વિદાય સમારંભ, પુષ્પવર્ષા સાથે અપાઈ ઉષ્માપૂર્ણ વિદાય

Follow us on

Vadodara: રાજ્યના લો એન્ડ ઓર્ડર DG તરીકે બદલી પામેલ IPS શમશેર સિંઘની વડોદરા પોલીસ કમિશ્નર પદેથી થયેલી બદલી બાદ વડોદરાની ખાનગી હોટેલ ખાતે યોજાયેલ વિદાય સમારંભમાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે પોલીસનું દરેક કામ સમાજ માટે છે, પોલીસનું નાનું કામ પણ સમાજ માટે ઘણું મોટું હોય છે.

રાજ્યના લો એન્ડ ઓર્ડર ડીજી તરીકે શમશેરસિંઘની બદલી

તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 70 IPS ઓફિસરોની બદલી કરવામાં આવી તેમાં 1991 બેચના IPS વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘની પણ બદલી કરવામાં આવી છે.  કડક અને શિસ્તબદ્ધ અધિકારીની છાપ ધરાવતા IPS શમશેર સિંઘ હવે રાજ્યની કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની જવાબદારી નિભાવશે. ગુજરાતના લો એન્ડ ઓર્ડર DG તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે.

વર્ષો પૂર્વે વડોદરામાં DCP તરીકે ફરજ બજાવી ચૂકેલ ડૉ શમશેરસિંઘ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મહત્વની જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. ગાંધીનગર રેન્જ આઈજી, સુરત રેન્જ આઈજી, સી.આઈ.ડી. ક્રાઇમ અને ACBમાં પોતાની ફરજ દરમ્યાન મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સુરત લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો અને દારૂ માફિયાઓમાં બોલાવી દીધી હતી ત્રાડ

સુરત માં જ્યારે લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે સરકારે તેઓની રેન્જ આઈજી તરીકે અને નિર્લિપ્ત રાયની સુરત SP તરીકે નિમણૂક કરી હતી, જુનિયર સિનિયર IPSની આ જોડીએ દારૂના બુટલેગરો અને માફિયાઓમાં ત્રાડ બોલાવી દીધી હતી, આ IPS જોડીએ તે સમયે માત્ર ગુજરાતમાંજ નહીં ગુજરાતની હદ બહાર દમણમાં જઈને પણ દારૂ માફિયાઓ વિરુદ્ધ સફળ ઓપરેશન પાર પાડી ઇતિહાસ સર્જ્યો હતો.

કોઈપણ કામગીરીમાં નવો પ્રાણ ફુંકવા માટે જાણીતા છે ડૉ શમશેરસિંઘ

શમશેરસિંઘ માટે કહેવાય છે કે તેઓને જે પણ બ્રાન્ચ સોંપવામાં આવે અથવા જે પણ જવાબદારી સોંપવામાં આવે તેમાં નવા પ્રાણ પુરી દે છે. Acbમાં લાંબા સમય સુધી રહેલ શમશેરસિંઘ દ્વારા લંચિયા અધિકારીઓ વિરુદ્ધ જુદીજ પદ્ધતિઓ અપનાવી મોટા કેસો કર્યા હતા જેમાં RTO ચેકપોસ્ટ પર ચાલતા મોટા કૌભાંડોને અટકાવ્યા હતા. વડોદરામાં પણ જ્યારે તેઓની નિમણૂક કરવામાં આવી ત્યારે શી ટીમને ચેતનવંતી બનાવી મહિલાઓ અને સિનિયર સીટીઝનને જરૂરત સમયે મદદ મળી રહે., મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અટકે, છેડતીબાજો અને રોમિયો અંકુશમાં રહે તેવા પ્રયાસો કર્યા. રાજ્યભરમાં વડોદરાની શી ટીમની કામગીરી નોંધપાત્ર બની છે.

પોલીસનું નાનું કામ પણ સમાજ માટે મોટુ હોય છે. – ડૉ શમશેરસિંઘ

વડોદરાની ખાનગી હોટેલમાં યોજાયેલ IPS ડૉ શમશેર સિંઘના વિદાય સમારંભમાં તેઓએ પોતાના પ્રવચનમાં શી ટીમની કામગીરીનો પણ ઉલ્લેખ કરતા વડોદરા પોલીસને સમાજ માટે કામ કરવા આહ્વાન કર્યું હતું, પોલીસનું નાનું કામ પણ સમાજ માટે મોટું હોય છે તેવી શીખ ઉપસ્થિત પોલીસ અધિકારીઓને આપી હતી.

વડોદરા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘ, ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ, પશ્ચિમ રેલવેના sp રાજેશ પરમાર SRP ગ્રૂપ કમાન્ડન્ટ ચુડાસમા, સહિતના વડોદરા સ્થિત ગુજરાત પોલીસની અન્ય એજન્સીઓના સિનિયર અધિકારીઓ, જિલ્લા કલેકટર અતુલ ગૌર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અર્પિત સાગર સહિતના અધિકારીઓ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Vadodara: ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા કેસમાં નવો વળાંક લાવવાનો પ્રયાસ ! મુખ્ય સૂત્રધાર પાર્થની માતાએ CCTV જાહેર કરી લગાવ્યા ગંભીર આક્ષેપ

પુષ્પવર્ષા સાથે કમિશનરને અપાઈ ભાવભીની વિદાય

વિદાય સમારંભમાં માત્ર પીઆઈ અને પીઆઈથી ઉપરના અધિકારીઓનેજ એન્ટ્રી હતી. તમામને યુનિફોર્મ વિના આવવા સૂચના અપાઈ હતી. સમારંભ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ડૉ શમશેરસિંઘ પોતાના ધર્મપત્ની સાથે હોલમાંથી બહાર આવ્યા ત્યારથી કારમાં સવાર થયા ત્યાં સુધી બંને બાજુ કતાર કરી ફૂલોની વર્ષા કરી વિદાય આપવામાં આવી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article