Vadodara : આફમી ટ્રસ્ટ હવાલા કૌભાંડની તપાસ તેજ, ભુજના ત્રણ શખ્સોની પુછપરછ પૂર્ણ

|

Sep 01, 2021 | 10:30 PM

કચ્છ-ભુજમાં બનાવાયેલી મસ્જિદો અને રૂપિયાની લેવડદેવડ અંગે પુછપરછ કરવામાં આવી હતી. જેમાં 4 વ્યક્તિઓના CRPC કલમ 164 મુજબ નિવેદન નોંધવામાં આવ્યા હતા.

વડોદરાના આફમી ટ્રસ્ટ હવાલા કૌભાંડની તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં ભુજના ત્રણ શખ્સોની પુછપરછ પૂર્ણ થઈ છે. કચ્છ-ભુજમાં બનાવાયેલી મસ્જિદો અને રૂપિયાની લેવડદેવડ અંગે પુછપરછ કરવામાં આવી હતી. જેમાં 4 વ્યક્તિઓના CRPC કલમ 164 મુજબ નિવેદન નોંધવામાં આવ્યા હતા.

તેમજ SITની ટીમ દ્વારા ઉત્તરપ્રદેશમાં આ કેસની તપાસ ચાલી રહી છે. જેમાં આફમી હવાલા કેસમાં ઝડપાયેલા આરોપી મન્સુરીના ગુરુવારે રિમાન્ડ પૂર્ણ થવાના છે. ત્યારે SOG પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગવામાં આવશે.

વડોદરાના ચકચારી આફમી ટ્રસ્ટના હવાલા પ્રકરણ અને ધર્માંતરણ કેસમાં વડોદરા SOGએ ભુજમાં દરોડા પાડ્યા હતા. ભુજના ભીડનાકા વિસ્તારના મુસ્તાક શેખ, મુજીબ મેમણ અને ઉંમર મેમણની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના આફમી ટ્રસ્ટની આડમાં ચાલતા હવાલા કૌભાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.SOGની તપાસમાં વિદેશોમાંથી 19 કરોડનું ભંડોળ મળ્યાના ખુલાસા બાદ.હવે આ રકમ આફમી ટ્રસ્ટના બેંક ખાતામાં કોણે કોણે જમા કરાવી તેની વિગતો સામે આવી છે.SOGને આફમી ટ્રસ્ટના બેંક ખાતાની કુલ 14 એન્ટ્રી મળી છે.

બેંક ખાતાની એન્ટ્રીમાં ખુલાસો થયો છે કે ગુજરાતી મૂળના અંકુર શાહ અને મીનાતી શાહે પણ ટ્રસ્ટના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા.જ્યારે સૌથી વધુ 7.43 કરોડની રકમ અમેરિકા સ્થિત ગુજરાત મુસ્લિમ એસોસિએશન દ્વારા જમા કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો

આ  પણ વાંચો : ગુજરાતમાં ધારાસભ્ય,કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય ર૦ ટકા ગ્રાન્ટ ખાનગી સોસાયટીઓને ફાળવી શકશે

Published On - 10:19 pm, Wed, 1 September 21

Next Video