Vadodara : અમેરિકન ડોલરના નામે છેતરપીંડી આચરતી ગેંગ ઝડપાઇ, નડિયાદના પાંચ આરોપીની ધરપકડ

|

Aug 16, 2021 | 10:26 PM

આ ગેંગમાં નડિયાદના ચલાલી ગામના 5 આરોપીઓ છે. જે ડોલરની થપ્પીમાં 100 ડોલરની નોટ અને નીચેના ભાગે 1 ડોલરની રાખી છેતરપીંડી આચરતા હતા

વડોદરામાં અમેરિકન ડોલરના નામે ઠગ આચરતી ગેંગ ઝડપાય છે. વડોદરા SOGએ અમેરિકન ડોલરનું તગડું વટાવ કમિશન આપવાના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપી પાડી છે.. વડોદરાના છાણી વિસ્તારમાંથી 11 અમેરિકન ડોલર અને 1.50 લાખ રોકડા સાથે ખેડા જિલ્લાની તળપદા ગેંગ પોલીસના હાથે ચડી છે.

આ ગેંગમાં નડિયાદના ચલાલી ગામના 5 આરોપીઓ છે. જે ડોલરની થપ્પીમાં 100 ડોલરની નોટ અને નીચેના ભાગે 1 ડોલરની રાખી છેતરપીંડી આચરતા હતા.હાલ વડોદરાના છાણી રોડ પર એક શખ્સને છેતરવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે આખી ગેંગને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Ahmedabad: ક્રાઈમ બ્રાંચનો અધિકારી હોવાનું કહી મહિલા સાથે કરી મિત્રતા અને બાદમાં ગુજાર્યો બળાત્કાર, બોગસ પત્રકારની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ભારતીયોને સલામત રીતે પરત લાવવાના પ્રયાસો શરૂ, ઉચ્ચ સ્તરેથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે- ભારતીય વિદેશ મંત્રાલય 

Published On - 10:25 pm, Mon, 16 August 21

Next Video