Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ

|

Apr 18, 2022 | 9:22 AM

પરિસ્થિતિ વધુ વણસે તેવા એંધાણ વર્તાતા ખુદ પોલીસ કમિશનર શમશેરસિંઘ, એડિશનલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા, DCP ઝોન2 સહિતના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG સહિતની ટીમો પહોંચી ગઇ હતી અને લોકોના ટોળાને વિખેરી નાખ્યા હતા.

Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ
Unrest erupts again in Vadodara after rioting mob breaks up idol violent clash between two com mobs

Follow us on

દેશ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રવર્તેલી અશાંતિનો માહોલ વડોદરા (Vadodara) માં પણ જોવા મળ્યો. તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરી નાખી હતી. શહેરના રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે કોમના ટોળા (mobs) વચ્ચે હિંસક અથડામણ બાદ મોટી સંખ્યામાં પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ વડોદરાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનાની વાત કરીએ તો રાવપુરાના ટાવર અને અમદાવાદી પોળ નજીક બે વાહનો વચ્ચે અકસ્માત જેવી સામાન્ય બાબતે જોતજોતામાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયાં હતાં. પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ શરૂ થઈ ગઈ હતી. બીજીતરફ પથ્થરમારાની ઘટના બાદ અફવા ફેલાતા રાવપુરાની ગલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. તોફાની ટોળાએ વાહનોની તોડફોડ અને ઘરોને નિશાન બનાવ્યા હતા. એક તોફાની ટોળાએ જોગીદાસ વિઠ્ઠલની પોળમાં સાઈનાથ મંદિરને નિશાન બનાવી મૂર્તિની તોડફોડ કરી હોવાનો સ્થાનિકોનો દાવો છે. પોલીસનું કહેવું છે કે સામાન્ય બાબતમાં બે ટોળા સામસામે આવી ગયા હતા. તોફાનીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાવપુરા ટાવર રોડ પર છમકલું થતાં જ રાવપુરાના પીઆઇ સહિત પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટોળાઓએ આસપાસની ગલીઓમાં તોડફોડ શરૂ કરી દીધી હતી જેને પગલે આસપાસના પોલીસ મથકોમાં હાજર પોલીસ કાફલો મદદે પહોંચ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તેવા એંધાણ વર્તાતા ખુદ પોલીસ કમિશનર શમશેરસિંઘ, એડિશનલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા, DCP ઝોન2 સહિતના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG સહિતની ટીમો પહોંચી ગઇ હતી અને લોકોના ટોળાને વિખેરી નાખ્યા હતા. ઘટનાને પગલે રાવપુરા પોલીસ મથકે તોફાનીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનામાં બનાવને પગલે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી બંને કોમના ટોળાં એકત્ર થતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. ટોળાંએ કોઠી પોળની સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરી પથ્થરમારો કરીને 10થી વધુ વાહનો તેમજ લારીઓની તોડફોડ કરી હતી. આ અથડામણમાં 4 લોકોને ઇજા પહોંચી હતી. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ઉપરાંત વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરી દેવાઇ હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચોઃ TV9 IMPECT: ભાવનગરમાં જર્જરિત શાળાઓનું સમારકામ શરૂ કરાયું

આ પણ વાંચોઃ WHOના વડા આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે, રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમમાં આપશે હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article