વડોદરા શહેરના કેરિંગ સૉલસ ગૃપ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા યવતેશ્વર ઘાટ પર પર્યાવરણને બચાવવા માટે અભિયાન ઉપાડવામાં આવ્યું છે. દરેક પ્રકારનું પ્લાસ્ટિક એકત્ર કરીને વિશ્વામિત્રી નદીના કિનારા પરના ઘાટનું ધોવાણ થતું અટકાવવા માટે પ્લાસ્ટિકની જ બોટલોમાં વેસ્ટ પ્લાસ્ટિક ભરીને એની ઇકો બ્રિક બનાવીને કિનારા પર લગાવવામાં આવશે. તેમજ ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવાનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન કેરિંગ સૉલસ ગ્રુપની 25 થી વધુ બહેનો તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટિક વપરાશ જેમ બને એમ ઓછો થાય, ઇકો બ્રિક વડે વિશ્વામિત્રીનું ધોવાણ અટકે તેમજ સમાજ માટે કંઈ કરવાની ભાવના સાથે શરૂ કરવામાં આવ્યું છે.
આ ગ્રૃપના અગ્રણી પરિતા શુક્લએ જણાવ્યું કે 25 થી પણ વધુ બહેનોના અમારા આ ગ્રુપમાં કોઈ લીડર નથી, સૌએ ભેગા મળીને મનથી જ પ્લાસ્ટિક વપરાશથી પર્યાવરણને જે પ્રકારનું નુકશાન થાય છે અને આવનાર સમયમાં આપણા બાળકો પણ કંઈક સારુ શીખે એવો સંદેશો સમાજને આપવાનું તેમજ અત્યારની અને આવનાર પેઢી માટે કંઈક કરવાની ભાવના સાથે “રિસાયકલ રીયુઝ ઑફ પ્લાસ્ટિક” અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાન અંતર્ગત વિશ્વામિત્રીના અલગ અલગ એમ દરેક ઘાટના કિનારા પર ઇકો બ્રિક મૂકીને પછી રહેલી જગ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવશે. જેથી કરીને માટીનું ધોવાણ અટકી શકે અને નદીનું લેવલ જળવાઈ રહે.
પરિતા શુક્લ પોતે જવેલરી ડિઝાઇનર હોવા છતાં તેમણે આ અભિયાન માટે પોતાના તરફથી બની શકે એટલો પૂરતો સમય આપે છે. તેમની જેમ અન્ય બહેનો પણ પોતાનું કામ પડતું મૂકીને આ સામાજિક કાર્યમાં હાથમાં હાથ મિલાવીને ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે. આ ગ્રૃપની દરેક બહેનો વર્ષોથી જેમ બને એમ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરે છે.
પરિતા શુક્લએ જણાવ્યુ કે આ અભિયાનમાં જો પબ્લિક તરફથી અમને પ્લાસ્ટિક એકત્ર કરવામાં સારો રિસ્પોન્સ મળશે તો અમે આવનાર સમયમાં નકામા પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરીને બેંચ બનાવી વડોદરાની વિવિધ શાળાઓમાં તેનું વિતરણ કરીશું. જેથી કરીને વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થઇ રહે અને જમીન પર પ્લાસ્ટિક કચરાના ઢગલા ઓછા થઇ શકે કારણ કે જમીન પર પ્લાસ્ટિકનું આવરણ થતા જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે.
આ પણ વાંચો : Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે
જેથી કરીને ત્યાં વૃક્ષો અથવા કોઈપણ પ્રકારનો પાક થવો અશક્ય છે અને લોકોના સહયોગ વગર કોઈપણ સામાજિક ઉત્થાન કાર્ય કરવું એ અશક્ય છે. જેથી દરેક લોકો પ્લાસ્ટિક વપરાશના નકારાત્મક પાસાને જાણે અને એની ગંભીરતાને સમજે. જે આજના સમયની ખુબ જ ગંભીર સ્થિતિ છે અને આવતી પેઢી માટે લાલબત્તી સમાન છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:23 pm, Sat, 15 July 23