વડોદરાની રાષ્ટ્રપ્રેમી સંસ્થાનું અનોખું અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા શીખવ્યું

|

Aug 14, 2023 | 7:30 PM

છેલ્લા 49 વર્ષથી નિ:સ્વાર્થ રાષ્ટ્રપ્રેમથી ચાલતા આ અભિયાનમાં સંસ્થાના પ્રશિક્ષકો દ્વારા દેશના સન્માનના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તે માટે તાલીમ આપવાનું સતત કાર્ય કરી રહ્યા છે.

વડોદરાની રાષ્ટ્રપ્રેમી સંસ્થાનું અનોખું અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા શીખવ્યું
National Flag

Follow us on

Vadodara : આઝાદીના અમૃત મહોત્સવમાં (Azadi Ka Amrit Mahotsav) આપણે સૌ રાષ્ટ્રપ્રેમીઓ હાથમાં માટી લઈને અને ઘર પર તિરંગો લહેરાવીને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં સરદાર ભવનના નેજા હેઠળ ચાલતી અખિલ ભારતીય સેવાદળે અનોખા સેવાયજ્ઞ થકી યથાર્થ રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા છે.

દેશના નાગરિકો, યુવાનો, બાળકોમાં રાષ્ટ્રીય ભાવનાનું મૂળમાં જ સિંચન કરવાના કાર્યરૂપે આ સંસ્થાએ રાષ્ટ્રીય પ્રતિકો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ અને ધ્વજવંદન તાલીમને પોતાનું અગ્રિમ લક્ષ્ય બનાવ્યું છે.

આ પણ વાંચો Vadodara : પાટોગ ગામે કુવામાંથી 15 અજગરના બચ્ચા મળી આવ્યા, જુઓ Video

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

છેલ્લા 49 વર્ષથી નિ:સ્વાર્થ રાષ્ટ્રપ્રેમની સેવા

છેલ્લા 49 વર્ષથી નિ:સ્વાર્થ રાષ્ટ્રપ્રેમથી ચાલતા આ અભિયાનમાં સંસ્થાના પ્રશિક્ષકો દ્વારા દેશના સન્માનના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તે માટે તાલીમ આપવાનું સતત કાર્ય કરી રહ્યા છે. પદ્ધતિસર રીતે ધ્વજવંદન વિધિ થાય તેવા શુભ હેતુથી રાષ્ટ્રીય શિક્ષણની અભિયાનનો પાયો નાખનાર સરદાર ભવનના પૂર્વ નિયામક સ્વ. હરેન્દ્રસિંહ દાયમાએ જે અભિયાન શરૂ કર્યું છે, તેને હાલના પ્રશિક્ષકો ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી, પ્રજ્ઞાબેન પરમાર, વિનોદભાઈ પરમાર અને રાહુલભાઈ પરમાર દ્વારા સતત આગળ ધપાવવામાં આવી રહ્યું છે.

વર્ષ 1974થી અવિરત રાષ્ટ્રધ્વજ સાચી રીતે ફરકાવવાની આપી રહ્યા છે તાલીમ

વર્ષ 1974થી અવિરત ચાલતા આ રાષ્ટ્રભાવનાના અભિયાનમાં અત્યાર સુધી ચાર લાખથી પણ વધુ લોકોને રાષ્ટ્રધ્વજ સાચી રીતે કેવી રીતે ફરકાવવો ? રાષ્ટ્રગાન કેવી રીતે કરવું ? અને ધ્વજવંદનની સાચી વિધિ શું છે ? તેની તાલીમ આપી ચૂક્યા છે. સાત હજારથી પણ વધારે શાળાઓ અને સંસ્થાઓમાં શિબિરોના આયોજન થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને રાષ્ટ્રગીતનું ગાન સાચી રીતે કરતા શીખવાડવાનું ઉત્તમ કાર્ય આ રાષ્ટ્રપ્રેમી સંસ્થાએ કર્યું છે.

સંસ્થાના પ્રશિક્ષકો કહે છે કે જે પંથ સ્વ. હરેન્દ્રસિંહ દાયમાએ અમને સૌને દર્શાવ્યો છે, અમે એ લક્ષ્ય સાથે સતત આગળ વધી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય પ્રશિક્ષણ’ના સૂત્ર હેઠળ અમે વધુને વધુ યુવાનો, નાગરિકો ધ્વજવંદન વિધિ પદ્ધતિસર શીખે અને રાષ્ટ્રગીત યોગ્ય પદ્ધતિ સાથે સાચી રીતે ગાતા શીખે તે માટે નિ:શુલ્ક તાલીમનું કાર્ય કરી રહ્યા છે.

રાષ્ટ્રગીત ગાનના યોગ્ય ઉચ્ચારણની પણ આપે છે તાલીમ

સામાન્ય રીતે મહદ્દઅંશે રાષ્ટ્રગીતના ગાન વખતે લોકો દ્વારા તેના શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થતું નથી. જેમ કે, સિંધુના બદલે સિંધ, ઉત્કલના સ્થાને ઉચ્ચછલ, બંગને બદલે બંગા, તરંગને સ્થાને તરંગા અને ગાહેના બદલે ગાયે એવા શબ્દો ગાવામાં આવે છે. જેથી સાચા શબ્દોના ઉચ્ચારણ સાથે 52 (બાવન) સેકન્ડમાં ગાન કરતા શીખવવામાં આવે છે.

ગુજરાત બહારના રાજ્યોમાં પણ તાલીમ આપે છે

વડોદરા માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે, ‘રાષ્ટ્રીય પ્રશિક્ષણ’ સૂત્ર અંતર્ગત સરદાર ભવન દ્વારા ચાલતા આ સેવાયજ્ઞનો વ્યાપ માત્ર વડોદરા પૂરતો સીમિત નથી. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સોખડા સહિત રાજ્યના વિસ્તારો તો ઠીક પરંતુ આસામના દુર્ગમ વિસ્તારો અને ચેન્નાઈમાં પણ શિબિરોના આયોજન થકી ઉક્ત બાબતો શીખવવામાં આવી છે.

આ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિ નિ:શુલ્ક તાલીમ લઈ શકે છે, અથવા તો કોઈ પણ સંસ્થા તાલીમ માટે સરદાર ભવનના રાષ્ટ્રપ્રેમી શિક્ષકોને આમંત્રણ આપી શકે છે. આ રાષ્ટ્રપ્રેમી સંસ્થા તિરંગાનું અપમાન ન થાય અને ફ્લેગ કોડનું ઉલ્લંઘન ન થાય તે માટે તિરંગો લહેરાવવાની સાચી પદ્ધતિની તાલીમ આપીને નાગરિકોને તિરંગાનું સન્માન કરવાની પ્રેરણા પૂરી પાડે છે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article