વડોદરામાં વિદેશી દારૂની 25 પેટીઓ સાથે બે વ્યક્તિ ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

|

Oct 24, 2021 | 1:23 PM

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરાના લક્ષ્મીપુરામાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂની 25થી વધુ પેટી સાથે બે ઈસમો ઝડપાયા હતા.

ગુજરાતના(Gujarat)વડોદરામાંથી ( Vadodara)વિદેશી દારૂની( Liquor)25 પેટીઓ ઝડપાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરાના લક્ષ્મીપુરામાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂની 25થી વધુ પેટી સાથે બે ઈસમો ઝડપાયા હતા. વડોદરામાં એક જ અઠવાડિયામાં બીજી વખત સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે 17  ઑક્ટોબરના રોજ  વડોદરાના સેવાસી ગામના ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને વિદેશી દારૂ ઝડપી પાડયો છે. જેમાં 150થી વધારે વિદેશી દારૂની પેટીઓ મળી આવી છે. આ અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સેવાસી ગામે ગોડાઉન હોવાનું સામે આવ્યું હતું. જેમાં વડોદરા ગ્રામ્ય પોલીસનો હદ વિસ્તાર હોવાથી સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી. તેની બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફાર્મ હાઉસમાં દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરાતો હતો. બાદમાં ફાર્મ હાઉસથી અલગ અલગ સ્થળોએ દારૂ મોકલાતો હતો.

આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેહપુરામાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી 70 થી વધુ પેટી દારૂ સાથે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. હજુ પણ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલુ છે

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં દારૂનો મોટો જથ્થો પકડાય છે, ત્યાં આવા કેસોમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી અથવા બરતરફીની જોગવાઈઓ છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં દારૂબંધીનો કડકાઇથી અમલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, હવે આટલા દિવસમાં થશે બિનખેતીની અરજીનો નિકાલ

આ પણ વાંચો : અમદાવાદમાં ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત, આગામી દિવસોમાં ઠંડી વધશે

Next Video