VADODARA: જ્યારે કોવિડ-19 ની ત્રીજી લહેર ધારી લેવામાં આવી છે અને હાલ આરોગ્ય સહિતના વિભાગોનું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં મ્યુકરમાઈકોસિસ (mucormycosis, MM) કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્ય સંચાલિત SSG હોસ્પિટલ (Sir Sayajirao General Hospital, SSGH). આ મહિનાની શરૂઆતમાં બ્લેક ફંગસના માત્ર ત્રણ કેસમાંથી આ સંખ્યા વધીને હવે આઠ પર પહોંચી ગઈ છે. જ્યારે ડોકટરો કહે છે કે, હાલમાં મ્યુકોર્માયકોસિસમાં વધારો થવાનો ટ્રેન્ડ કહેવું થોડું વહેલું છે, લોકોએ તૈયાર રહેવાની જરૂર છે. SSGHએ 7 થી 12 જાન્યુઆરી સુધીના એક અઠવાડિયામાં ચાર નવા કેસ નોંધ્યા છે. હોસ્પિટલના અધિક્ષક અને કાન, નાક અને ગળાના સર્જન છે તેવા ડૉ. રંજનકૃષ્ણ ઐયરે કહ્યુ કે, SSGH ખાતેના કેસો વડોદરાના જ ન હોઈ શકે.
સાથે જ તેમણે જણાવ્યું કે, કેસો વધવા માંડ્યા છે તે કહેવું વહેલું છે. અમે નવા કેસોની વિગતો એકઠી કરીશું અને શું થયું છે તે પણ શોધીશું. તેમણે ઉમેર્યુ હતુ કે, મ્યુકોરમાઈકોસિસ અંગે ચર્ચાઓ થઈ રહી છે. અમે એમ્ફોટેરિસિનની પણ માંગણી કરી ચૂક્યા છીએ.
આ ઉપરાંત વડોદરા શહેરના અનુભવી અને જાણીતા ENT સર્જન ડો. આર.બી. ભેસાણિયાએ જણાવ્યું હતું કે, કોવિડના કેસોમાં વધારા સાથે, લોકોએ મ્યુકોરમાઈકોસિસ માટે પણ તૈયારી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે “આગામી દિવસોમાં મ્યુકોરમાઈકોસિસના કેસોમાં ઉછાળો નકારી શકાય નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસના નવા આવેલા કેસ પણ બીજી લહેરના છે. દર્દીઓને તેનું સંક્રમણ જૂનું હોઈ શકે છે અને તેઓ હવે હોસ્પિટલમાં આવી રહ્યા છે. કારણ કે, કેટલાક કિસ્સાઓમાં ફૂગની વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ ફૂગ મરી ગઈ છે.”
મહત્વનું છે કે, ગુજરાતમાં 13-01-2022ના રોજ કોરોનાના નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. રાજયમાં કોરોનાના નવા કુલ 11, 176 કેસો સામે આવ્યા છે. આ સાથે કોરોનામાં મૃત્યુઆંક 5 નોંધાયા છે.
ગુજરાતમાં સતત કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. અને કોરોના કેસનો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા. તો કોરોનાના કારણે પાંચ દર્દીઓનાં મોત થયા છે. તેમજ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3663 કેસ. તો સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ. રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 319 કેસ સામે આવ્યા.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત
આ પણ વાંચો: વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી
Published On - 3:11 pm, Fri, 14 January 22