Vadodara : વડોદરાથી વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના 4200 મીટર ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવશે

|

May 09, 2023 | 8:38 AM

વડોદરા ( Vadodara ) જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના એક ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવી રહ્યો છે. માર્ગના લાંબા આયુષ્ય માટે અકસીર પૂરવાર થયેલી આ પદ્ધતિથી વડોદરાથી વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના 4200 મિટર ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવશે.

Vadodara : વડોદરાથી વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના 4200 મીટર ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવશે
Vadodara

Follow us on

સમગ્ર દેશમાં પ્રથમ વખત વડોદરા ( Vadodara ) જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના એક ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવી રહ્યો છે. માર્ગના લાંબા આયુષ્ય માટે અકસીર પૂરવાર થયેલી આ પદ્ધતિથી વડોદરાથી વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના 4200 મિટર ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવશે. આ ઉપરાંત આ રોડ ઉપર તેના કિનારે જીઓ ટેક્સટાઇલ પણ પાથરી પાણીથી થતાં નુકસાનથી રક્ષિત કરવામાં આવશે.

આ પણ વાંચો : Vadodara : સુદાનથી આવેલો પરિવાર કહે છે, સરકાર અને સેનાના કારણે અમે સુરક્ષિત વતનમાં આવી શક્યા

વડોદરા માર્ગ અને મકાન વિભાગ ગ્રામ્યના કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાતે જણાવ્યુ કે, વડોદરાથી વાઘોડિયા માર્ગમાં પારૂલ યુનિવર્સિટીથી આગળથી શરૂ થઇ 4200 મીટર લંબાઇનો માર્ગ વારંવાર તૂટી જતો હતો. એટલે તેનું નિરાકરણ લાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવામાં આવી હતી. કેન્દ્ર સરકારની આ સંસ્થાના તજજ્ઞ ડો. મનોજ શુક્લ થોડા સમય પહેલા વડોદરાની મુલાકાત લઇ ગયા હતા. તેમણે આપેલા રિપોર્ટ અનુસાર દેશમાં પ્રથમ વખત હાઇવેને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રાજ્ય સરકાર દ્વારા રૂ. 14 કરોડની ફાળવણી

વડોદરાથી પસાર થતાં નેશનલ હાઇવેથી વાઘોડિયા સુધીના 16 કિલોમિટર લાંબા માર્ગનું નવીનીકરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 14 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી વડોદરા તરફથી શરૂઆતનો 5.5 કિલોમિટર રોડ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી રહી છે. બાકીનો રોડ માર્ગ અને મકાન વિભાગ, ગ્રામ્ય દ્વારા નિર્માણ પામી રહ્યો છે.

કેલિફોર્નિયા બિયરિંગ રેશિયો (સીબીઆર) જેમ વધારે હોય તેમ લેયરના સ્તર ઓછા હોય છે. સીબીઆર ઓછા હોય તેમ લેયર વધારવામાં આવે છે. સામાન્ય રીતે જમીન કાળી અને ચીકણી માટીનું પ્રમાણ વધુ હોય ત્યાં સીબીઆરની ટકાવારી ઓછી આવે છે. પથરાળ અને કાંકરાવાળી જમીનમાં સીબીઆર વધુ આવે છે. વડોદરા જિલ્લામાં સામાન્ય રીતે સીબીઆરનું પ્રમાણ બેથી છ ટકા જેટલું જોવા મળે છે.

માર્ગ નિર્માણની પરંપરાગત્ત પદ્ધતિમાં ગ્રેન્યુઅલ સબબેઝ અને વેટમિક્સ મેકેડમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં યાતાયાતનું ભારણ ઓછું રહેતું હોય ત્યાં ડામર લેવલમાં બિટ્યુમિનસ મેકેડમ અને સેમિડેન્સ બિટ્યુમિનસ કોંક્રિટનો ઉપયોગ થાય છે. જ્યાં ટ્રાફિક વધારે હોય ત્યાં ડેન્સ બિટ્યુમિનસ મેકેડમ અને બિટ્યુમિનસ કોંક્રિટનો ઉપયોગ થાય છે.

જીઓટેક્સટાઇલનો ઉપયોગ કરાશે

વાઘોડિયા હાઇવેની સ્થિતિ એવી છે કે, રોડની એક બાજું, બીજી બાજુ કરતા ઊંચી છે. એટલે આ ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી બીજી બાજુએ પાણીના નિકાલનો પણ પ્રશ્ન રહે છે. તેના નિરાકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉક્ત કામગીરીમાં જીઓટેક્સટાઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકાર પદાર્થ અને પ્લાસ્ટિકથી બનેલું એક સ્તર રોડ અંદર બિછાવી પાણીને નિકળવાનો માર્ગ કરી આપવામાં આવશે. જેથી માર્ગને નુકસાન થતું અટકાવી શકાશે.

વાઘોડિયા હાઇવેના ઉક્ત 4200 મિટર પૈકી 1300 મિટરના ભાગને સિમેન્ટ ટ્રિટેડ બેઝ્ડ કોર્સ અને બાકીના ભાગને કન્વેશનલ વેટ મિક્સથી બનાવવામાં આવશે. સીજીબીએમનું કામ આગામી થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ માર્ગનું સમગ્ર કામ જૂન માસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 8:33 am, Tue, 9 May 23

Next Article