વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને ઈલે.મિકે. વિભાગના કામો માટે ઈ ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં યોગ્ય વિભાગ તેમજ શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઈજારદારો પાસેથી તથા સરકારી/અર્ધ સરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઈજારદારો પાસેથી નીચે જણાવેલા કામ માટે ભાવપત્રો મગાવવામાં આવ્યા છે. ઈજારદારે ભાવપત્રો પ્રી-ક્વોલીફીકેશન બીડ અને પ્રાઇસ બીડ મૂળ ભાવપત્ર સાથે અલગ સીલ કવરમાં મોકલાવાના રહેશે.
ડ્રેનેડ વિભાગના ટેન્ડરની અંદાજીત રકમ 41,89,80,600 રુપિયા છે. તો ઇલે. મિકે. વિભાગના ટેન્ડરની અંદાજીત રકમ 1,85,00,000 રુપિયા છે. આ કામોના ટેન્ડર ફોર્મ તથા વિસ્તૃત માહિતી જે તે સંબંધિત વિભાગમાંથી www.vmc.gov.in વેબસાઇટ પરથી મળી રહેશે. કોઇપણ ભાવપત્ર મંજુર કે નામંજુર કરવાની અબાધિત સત્તા મ્યુનિસિપલ કમિશનરની રહેશે.
Published On - 10:16 am, Sun, 26 February 23