ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, વડોદરા દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યુ છે. માન્ય ઇજારદારો પાસેથી સિવિલ કામોના ટેન્ડર ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી મગાવવામાં આવ્યા છે. આ કામની વિગતવાર માહિતી વડોદરામાં અકોટામાં આવેલી અકોટા રેલવે પોલીસ લાઇનની વિભાગની કચેરીમાંથી મળી રહેશે. આ સાથે જ વધુ વિગતો વેબસાઇટ www.statetenders.gujarat.gov.in તથા www.gsphc.gujarat.gov.in પરથી મળી રહેશે.
આ પણ વાંચો-Tender Today : બાયડની તાલુકા પંચાયતની બિલ્ડિંગના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
આ ટેન્ડર ઓનલાઇન ઉપલબ્ધ થવાની તારીખ 21 એપ્રિલ 2023 છે. ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 4 મે 2023 સાંજ 6 કલાક સુધીની છે. જરુરી દસ્તાવેજો, બાનાની રકમ તથા ટેન્ડર ફી રજુ કરવાની છેલ્લી તારીખ 8 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. આ કામ અંગેની વધુ વિગતો કામ કાજના દિવસો દરમિયાન ઉપરોકત કચેરીનો સંપર્ક સાધવાથી મળી શકશે.
ઇ-ટેન્ડર માટે નિવિદામાં તથા ટેન્ડરમાં માગ્યા મુજબના તમામ ઓરીજીનલ દસ્તાવેજો તેમજ ટેન્ડર ફી અને EMD ઓનલાઇન ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ સુધીમાં સ્કેન કરવાના રહેશે. ફિઝીકલ દસ્તાવેજો હાર્ડકોપીમાં નિયત સમયમાં મોકલવાના રહેશે.