વડોદરા (Vadodara) શહેર જિલ્લામાં કોવિડ (Covid) મહામારીના કારણે મૃત્યુ (death) પામેલા નાગરિકોના વારસદારોને સહાય (assistance) આપવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19થી મૃત્યુના કિસ્સામાં અત્યાર સુધીમાં 10407 મૃતકોના વારસદારોને રૂ.52કરોડ 3 લાખ 50 હજારની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી હોવાનું કલેકટર (Collector) અતુલ ગોરે જણાવ્યું છે.
અતુલ ગોરે ઉમેર્યું કે વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધી સહાય માટે 10742 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.જે પૈકી 10730 કેસો મંજૂર કર્યા છે.જેમાંથી 10407કેસોમાં સહાય મંજુર કરી મૃતકોના વારસદારોના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે,આરોગ્ય વિભાગની યાદી મુજબ 811 કેસો જ્યારે આરોગ્ય વિભાગે જાહેર કરેલ યાદી સિવાયના ૯૫૯૬ સહિત કુલ 10407 કેસોમાં સહાય ચુકવવામાં આવી છે.
કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી વિગતો. સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી. રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજુર કરી. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.
અહીં મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે 10,942 મૃત્યું થયા હોવાનું જાહેર કરાયું છે ત્યારે બીજી બાજુ કોરોના કાળમાં અનાથ કે નિરાધાર થયેલા માતા કે પિતા ગૂમાવનારા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કુલ 27,674 જેટલી અરજી મળી હોવાની અને તેમાંથી 20,970 અરજી મંજૂર કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે. જ્યારે 3665 જેટલી અરજી નામંજૂર કરાઈ છે તો 3009 જેટલી અરજીઓ હજુ પણ પડતર છે. આમ સરકાર દ્વારા રજુ કરવામાં સત્તાવાર આંકડા અને કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને સહાય ચૂકવવાના આંકડામાં મોટી વિસંગતતા જોવા મળે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો