VADODARA : શહેર અને જિલ્લાના દોઢ લાખથી વધુ કિશોરોના ઝડપી રસીકરણની તૈયારીઓ પૂર્ણ

|

Dec 29, 2021 | 8:18 PM

VACCINATION IN VADODARA : તા.3જી જાન્યુઆરી,2022 થી કિશોર રસીકરણ જિલ્લામાં શરૂ કરવામાં આવશે.

VADODARA : શહેર અને જિલ્લાના દોઢ લાખથી વધુ કિશોરોના ઝડપી રસીકરણની તૈયારીઓ પૂર્ણ
Vaccination in Vadodara

Follow us on

વડોદરામાં 15 થી 18  વર્ષની ઉંમરના કિશોરોને રસી મૂકવામાં આવશે, ચાર દિવસમાં મોટાભાગની કામગીરી પૂરી કરવાનું લક્ષ્ય

VADODARA : આરોગ્ય તંત્ર દ્વારા નવી સૂચના પ્રમાણે વડોદરા (VADODARA)શહેર અને જિલ્લામાં કોરોનાની રસી (CORONA VACCINE)મેળવવાને પાત્ર કિશોરોના ઝડપી રસીકરણની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.તા.31-12-2007 ની કટ ઓફ ડેટ પહેલા જન્મેલા 15 થી 18 વર્ષની ઉંમરના કિશોરોને રસી મૂકવામાં આવશે.શાળા-કોલેજોમાં આ લોકોને રસી મૂકવાને અગ્રતા અપાશે.તેમ છતાં,નજીકના સ્થળે રસી મુકાવી શકે તે માટે સરકારી આરોગ્ય કેન્દ્રો,વોર્ડ ઓફિસ જેવા સ્થળોએ પણ રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવશે.હાલમાં લક્ષિત કિશોરોને મોટે ભાગે ચાર દિવસમાં રસી આપી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આજે 29 ડિસેમ્બરે કલેકટર કચેરીના વિડિઓ કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ (Vaccination of children) અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં શહેર જિલ્લામાં કોવિડ – ઓમિક્રોન (OMICRON) કેસોની સંખ્યા,બહારથી આવતા પ્રવાસીઓની ચકાસણી,રૂટિન રસીકરણ,હોસ્પિટલ અને બેડ્સની પરિસ્થિતિ જેવી ચર્ચા કરવાની સાથે શિક્ષણ વિભાગના સહયોગ અંગે સંવાદ થયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાલીઓ કિશોર રસીકરણની અગત્યતા સમજીને પૂરતો સહયોગ આપે તેવો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર આર.બી.બારડે જણાવ્યું કે આ ઉંમરના કિશોરો મોટેભાગે શાળા કોલેજમાં ઉપસ્થિત હોય તો ત્યાં જ રસી આપવાને અગ્રતા અપાશે.રસીકરણ કેન્દ્રોની યાદી બનાવવામાં આવશે.વાલીઓનો સંપર્ક કરવામાં આવશે.

આ બેઠકમાં કોરોના અને ઓમિક્રોનના કેસોની સંખ્યા,ઉચિત ટ્રેસિંગ,ટ્રેકિંગ અને ટેસ્ટિંગ,સારવાર સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરે જણાવ્યું કે વિશેષ ટીમો બનાવી કન્ટેન્ટમેન્ટ ઝોનની જોગવાઈઓનું સચોટ પાલન,સંક્રમણની અટકાયત અને સંક્રમિત જણાયેલ લોકોની સારવાર શરૂ કરાવવા જેવી કામગીરી હાથ ધરવામાં આવશે.તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિ કોરોના વિષયક તમામ તકેદારીઓ પાળીને સહયોગ આપે તે જરૂરી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોસુરેન્દ્ર જૈને જણાવ્યું કે કિશોરોને કોવેક્સિન રસી આપવાનું આયોજન છે.તા.3જી જાન્યુઆરી,2022 થી કિશોર રસીકરણ જિલ્લામાં શરૂ કરવામાં આવશે.તે પછી તા.10મી જાન્યુઆરી થી 60+ અને કો-મોર્બિડ વડીલો,હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રીકોશન ડોઝ આપવાનું આયોજન દિશા નિર્દેશો પ્રમાણે કરવામાં આવી રહ્યું છે.બીજો ડોઝ લીધાને 39 સપ્તાહ પૂરા થયાં હોય અને ધારાધોરણ પ્રમાણે પાત્ર હોય તેમને બૂસ્ટર ડોઝ આપવા સહિત પૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ

આ પણ વાંચો : MORBI : નવયુગ વિદ્યાલયના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શાળાને સાત દિવસ બંધ કરાઇ

Next Article