વડોદરાની(vadodara) શૈશવ શાળા(Shaishav school) ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. કેટલાક વાલીઓએ(Student parents) સામાન્ય બાબતોમાં બાળકોને માર મારવામાં આવતો હોવાનો સંચાલકો પર આક્ષેપ કર્યો છે. વાલીઓને નર્સરીના 3 બાળકોના ચહેરા તથા હાથ પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. હવે આ સમગ્ર મામલે વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં (Vadodara Police) ગુનો નોંધવા માટે અરજી આપી છે. તેમજ સંચાલકો સામે વહેલામાં વહેલી તકે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માગણી કરી છે.
વાલીઓએ શાળા સંચાલકો પર આક્ષેપ કરતા જણાવ્યુ કે, બાળકો પર અત્યાચાર થઈ રહ્યા છે, તે અંગે અમે CCTV જોવાનું કહેતા તે બાબાતે પણ મનાઈ કરી હતી.હાલ શાળા સંચાલકો શિક્ષકોને છાવરવાનો પ્રયત્ન કરતા હોય તેવુ લાગી રહ્યુ છે.તો બીજી તરફ શૈશવ શાળાના સંચાલકોએ વાલીઓના આક્ષેપને ખોટા ઠેરવતા કહ્યું કે, વાલીઓ કોઇ રજૂઆત કરવા આવ્યા જ નથી. ઉપરાંત શાળા સંચાલકો વાલીઓ સાથે વન ટુ વન વાત કરવા તૈયાર હતી. તેમજ CCTV ના આક્ષેપોને પણ પાયાવિહોણા ગણાવ્યા છે.
Published On - 9:52 am, Sun, 26 June 22