Vadodara: તરસાલીમાં સેવાતીર્થ આશ્રમનો સ્લેબ તૂટતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત, બે મહિલા ઇજાગ્રસ્ત

|

Mar 20, 2022 | 6:47 PM

સેવાતીર્થ આશ્રમમાં માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. આજે આ આશ્રમની છત તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. દરમિયાન લોકોને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્રણ મહિલાઓ દટાઇ હોવાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરી હતી.

વડોદરા (Vadodara) ના તરસાલી (Tarsali) વિસ્તારમાં બાયપાસ પાસે આવેલા સેવાતિર્થ આશ્રમ (Sevatirtha Ashram) ખાતે છતનો પોપડો ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ (Women) ઈજાગ્રસ્ત થઈ હતી. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવી હતી. જે પૈકી ગંભીર રીતે ઇજા પામેલી એક મહિલાનું ટૂકી સારવાર દરમિયાન મોત થયું હતું.

સેવાતીર્થ આશ્રમમાં ગૌશાળા આવેલી છે તેમજ માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. આજે સવારે આ આશ્રમની છત તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. દરમિયાન લોકોને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. લોકોને ત્રણ મહિલાઓ દટાઇ હોવાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ઘટનામાં જયશ્રીબેન ઠક્કર, ભદ્રાબેન જોશી તેમજ ઇલાબેન ઠક્કર પર કાટમાળ પડવાથી તેમને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભદ્રાબેન જોશીનું ટૂકી સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલાના મોતને પગલે વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ પટેલ તેમજ પોલીસ સ્ટાફના જવાનોએ સ્થળની મુલાકાત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હરિધામ સોખડા મંદિરમાં ફરી વિવાદ, સરલ સ્વામીની ઓડિયો ક્લિપમાં કહેવાયું કે સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ મારી માફી માગી છે, સંતોએ નિવેદન આપ્યું કે આવું થયું જ નથી

આ પણ વાંચોઃ Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન

Next Video