બરોડા ડેરી વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, પશુપાલકોના મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપ્યું

|

Sep 21, 2021 | 7:54 AM

કોંગ્રેસના પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે પણ પશુપાલકોને થતા અન્યાય મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. ધારાસભ્યનો આરોપ છે કે પશુપાલકોને ભાવફેરની યોગ્ય રકમ નથી ચૂકવાતી નથી.

બરોડા ડેરીના(Baroda Dairy) વિવાદમાં હવે કોંગ્રેસે(Congress)પણ ઝુકાવ્યું છે.કોંગ્રેસના પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે પણ પશુપાલકોને થતા અન્યાય મુદ્દે જિલ્લા કલેક્ટરને(Collector)આવેદન આપ્યું હતું. ધારાસભ્યનો આરોપ છે કે પશુપાલકોને ભાવફેરની યોગ્ય રકમ નથી ચૂકવાતી અને ડેરીના સત્તાધીશોએ 685 રૂપિયાની કરેલી જાહેરાત ખોટી છે.

ઉલ્લેખનીય છે કે, બરોડા ડેરીના વહીવટનો ડખો હવે આરપારની લડાઇમાં પરિણમ્યો છે.જોકે લડાઇ જિલ્લા ભાજપના જ બે જૂથો વચ્ચે જામી છે.જિલ્લાના ધારાસભ્યો એક થઇને બરોડા ડેરીના ભાજપના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ નહીં ચૂકવાતી હોવાના આરોપથી શરૂ થયેલો વિવાદ હવે શક્તિપ્રદર્શન સુધી પહોંચ્યો છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની આગેવાનીમાં મંગળવારથી બરોડા ડેરી સામે પ્રતિક ધરણા કરવામાં આવશે.જેમાં સાવલી-ડેસરના સભાસદો જોડાશે અને ગુરૂવારથી ખરાખરીનો જંગ શરૂ થશે. આ જંગમાં વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાશે .

મહત્વપૂર્ણ છે કે જિલ્લા મોવડીઓએ બેઠક દ્વારા સમાધાનના પ્રયાસો કર્યા હતા પરંતુ બેઠક સાથે પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા અને હવે સીધો જંગ શરૂ થયો છે.

તો બીજી તરફ ડેરીના ચેરમેન દિનેશ પટેલે દાવો કર્યો કે બરોડા ડેરી રાજ્યમાં સૌથી વધુ ભાવફેર ચૂકવનારી ડેરી છે. કોરોનાકાળમાં પણ 17 માસ સુધી તેઓએ પશુપાલક સભાસદોને સૌથી વધુ ભાવફેરની રકમ ચૂકવી છે.તો બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા જિલ્લા પ્રભારીએ પણ પોતાની લાચારી દર્શાવી છે.

આ  પણ વાંચો : અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ 

આ પણ વાંચો : PATAN : સતત વરસાદના કારણે વાવેતરમાં બગાડ શરૂ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

Next Video