National Games : વડોદરામાં 36મી નેશનલ ગેમ્સમા આંતરરાષ્ટ્રીય સ્તરની જીમ્નાસ્ટ સૃષ્ટિ અને મલ્લિકા પ્રથમવાર નેશનલ ગેમ્સમાં વિનર બનવા ઝઝુમશે

|

Oct 03, 2022 | 5:36 PM

National Games: ગુજરાતમાં આયોજિત 36માં નેશનલ ગેમ્સમાં જિમ્નાસ્ટિકમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તેમનુ કૌવત બતાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરની જીમ્નાસ્ટ ખેલાડી સૃષ્ટિ અને મલ્લિકા પ્રથમવાર નેશનલ ગેમ્સમાં મેડલ વિનર બનવા ઝઝુમશે.

National Games : વડોદરામાં 36મી નેશનલ ગેમ્સમા આંતરરાષ્ટ્રીય સ્તરની જીમ્નાસ્ટ સૃષ્ટિ અને મલ્લિકા પ્રથમવાર નેશનલ ગેમ્સમાં વિનર બનવા ઝઝુમશે

Follow us on

હાલ રાજ્યના 6 શહેરોમાં ચાલી રહેલા 36માં નેશનલ ગેમ્સ (National Games)માં જીમ્નાસ્ટિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમા નવી દિલ્હીની સૃષ્ટિ મનચંદા અને મલ્લિકા કુલશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચુકેલા જીમ્નાસ્ટ (Gymnasts) છે પરંતુ નેશનલ ગેમ્સમાં તેઓ પહેલીવાર હરિફાઈ કરવાના છે. જેને લઈને તેઓ પણ ઘણા ઉત્સાહિત છે. વડોદરા  આવેલા દરેક ખેલાડીઓ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (Sports Complex) ખાતે કરવામાં આવેલી વ્યવસ્થા અને રમતના ઉમદા સાધનોથી ખુશખુશાલ છે અને આયોજનની પ્રશંસા કરી હતી. આ બંને આર્ટિસ્ટિક જીમ્નાસ્ટીકની તમામ ચાર અલગ અલગ ઝોનમાં હરીફોને હંફાવવા કટિબદ્ધ છે.

ગુજરાતની ટીમ પણ રોમાંચ અનુભવી રહી છે

વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલમાં દેશના વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાંથી આવેલા કસાયેલા ખેલાડીઓની હલચલથી ધમધમી રહ્યું છે.ગુજરાતની ટીમ પણ રોમાંચ અનુભવી રહી છે. જીમ્નાસ્ટ ના હેરત અંગેજ કરતબો જોઈને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ હર્ષની કિલકારીઓથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ નિયામક એકતા વિશ્નોઈએ, સાઈ.એસ.એ.જી. નેશનલ ગેમ્સ આયોજન સમિતિ અને જિલ્લા રમત વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સ્પર્ધાઓ શરૂ કરાવી હતી. પુરુષ ખેલાડીઓના કરતબોથી આ રાષ્ટ્રીય સ્પર્ધા શરૂ થઈ હતી. બપોર પછી મહિલા ખેલાડીઓ મેદાનમાં ઉતરી હતી.

ખેલો ઇન્ડિયા,સ્કૂલ ગેમ્સમાં મેડલ્સ જીત્યા

આજે પુરુષ સ્પર્ધકોએ ફ્લોર એક્સરસાઇઝ, ટેબલ વોલ્ટ, પેરેલાલ બાર, હોરીઝોન્ટલ બાર, રોમન રીંગ અને પોમલ હોર્શમાં અને મહિલા ખેલાડીઓએ ફ્લોર એક્સરસાઇઝ, ટેબલ વોલ્ટ, બેલેન્સિંગ બીમ અને અન ઈવન બાર્સમાં ખેલ કુશળતાનું પ્રદર્શન કરીને સૌને અચંબિત કર્યા હતા. સૃષ્ટિએ પાંચ વર્ષની કુમળી વયે આ રમત રમવાનું શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું કે હું ખૂબ જ રમતિયાળ સંતાન હોવાથી મારા માતાએ મને આ રમત સાથે જોડી. આ અગાઉ તેણે ખેલો ઇન્ડિયા,સ્કૂલ ગેમ્સમાં મેડલ્સ જીત્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોટી બહેન રિતિકા જીમ્નાસ્ટ હતી એટલે તેનાથી પ્રેરાઇને મલ્લિકા આ રમત તરફ વળી. તેણે ખેલો ઇન્ડિયા અને સ્કૂલ ગેમ્સમાં ચંદ્રકો જીત્યા છે અને હવે નેશનલ ગેમ્સમાં મેડલ વિનર બનવાનું ઝનૂન તેના મન પર સવાર છે. લગભગ તમામ રાજ્યોના ખેલાડીઓ આ બંનેની જેમ જ ઉત્સાહથી થનગની રહ્યાં છે.આ સ્પર્ધા ખૂબ જ રોમાંચક બનવાની છે અને રમતપ્રેમીઓએ શ્રેષ્ઠ રમત કૌશલ્યો ઘર આંગણે જોવા અને માણવાની તક ચૂકવા જેવી નથી.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

Published On - 11:48 pm, Fri, 30 September 22

Next Article