સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે : રાજ્યપાલ

|

Apr 09, 2022 | 6:18 PM

CMએ ઉમેર્યુ કે, ‘વસુધૈવ કુટુંબકમ’ની પરિવાર ભાવનાને યથાવત જાળવી રાખીને, પારિવારિક વિવાદોનું નિવારણ કોર્ટ-કચેરીની બહાર સામાજિક, ધાર્મિક, પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમ્યાનગીરીથી સમાધાન માટે ‘ફેમિલી ફર્સ્ટ’ સમજાવટનું સરનામું કન્સેપ્ટ અપનાવ્યો છે.

સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે : રાજ્યપાલ
Nation can reach new heights of development if government and judiciary work in coordination: Governor

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) નર્મદા- એકતાનગર (Narmada) ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો રાજ્યપાલ (Acharya Devvrat)આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ (N. V. Ramana)એન. વી. રમણા, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી (Kiran Rijuji)અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) તથા સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. કોવિડ કાળમાં પણ ન્યાય પાલિકાએ સમયાંતરે સંકટની ઘડીમાં સરકારને માર્ગદર્શન આપી પોતાની ભૂમિકા નિભાવી છે.

નાગરિકોને પારદર્શિતા અને ઝડપી ન્યાય મળશે તો સુંદર સમાજની રચના થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજ્યપાલે જણાવ્યું કે અપરાધી બચી ન શકે અને ધર્માત્મા દુઃખી ન થાય એવા સકારાત્મક અને સમર્પિત ભાવથી કાર્ય કરીશું તો નાગરિકોનો ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધશે અને રાષ્ટ્રની પ્રગતિ, ઉન્નતિ સાથે પ્રજાજનોની સમૃદ્ધિ પણ વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.નાગરિકોને ઝડપી ન્યાય આપવા માટે આ કોન્ફરન્સ સફળ અને પ્રેરણાદાયી બની રહેશે એવો વિશ્વાસ રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન. વી. રમણાએ જણાવ્યું કે, સંઘર્ષ એ માનવજાતનો બીજો ચહેરો છે. સંઘર્ષથી થતાં નુકસાન અને ગેરફાયદા જોવા માટે વ્યક્તિ પાસે દૂરદર્શિતા હોવી જોઈએ. વિવાદ પક્ષકારોના સંબંધને માત્ર બગાડતા જ નથી. પણ, લાંબા ચાલતા મુકદ્દમા તેના સંસાધનોને જ નષ્ટ કરી શકે છે અને જીવનભરની દુશ્મનાવટનું કારણ બને છે. દરેક સંઘર્ષ કે મતભેદનો અંત કોર્ટમાં જ થાય એ જરૂરી પણ નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે યોજાઈ રહેલ દ્વિ દિવસીય નેશનલ જયુડીસરી કોન્ફરન્સ પ્રસગે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની ભૂમિ ગુજરાતમાં સૌને આવકારતા કહ્યું કે, આ કોન્ફરન્સ એ દેશમાં ન્યાયપાલિકાને વધુ સુદ્દઢ બનાવવા માટે મહત્વની પુરવાર થશે, ન્યાયાલયમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થતા નાગરિકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાઇ રહેલી આ કોન્ફરન્સ દેશભરમાં ન્યાયતંત્ર માટે અમૃતકાળ બનશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, ‘વસુધૈવ કુટુંબકમ’ની પરિવાર ભાવનાને યથાવત જાળવી રાખીને, પારિવારિક વિવાદોનું નિવારણ કોર્ટ-કચેરીની બહાર સામાજિક, ધાર્મિક, પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમ્યાનગીરીથી સમાધાન માટે ‘ફેમિલી ફર્સ્ટ’ સમજાવટનું સરનામું કન્સેપ્ટ અપનાવ્યો છે. આ માટે જિલ્લા અને તાલુકા સ્તરે સમિતિઓ પણ રચવામાં આવેલી છે. બંધારણના મૂળભૂત સિદ્ધાંતો એવા સામાજિક સૌહાર્દ, સમરસતા, બંધુત્વને સાકાર કરવામાં આ પ્રયોગ એક સફળ માધ્યમ બન્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, દેશના રોલ મોડલ ગુજરાતે ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે પણ અનેકવિધ નવતર આયામો હાથ ધરીને જનસેવા પ્રકલ્પો, જનહીત કાર્યોમાં ઓનલાઇન પ્રક્રિયાના ઉપયોગ કરીને જન સેવાઓ વધુ પારદર્શી બનાવીને દેશભરમા મોખરે રહીને પ્રધાનમંત્રીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને પૂર્ણ કરવામા મહત્વની ભૂમિકા પૂરી પાડીને દેશને રાહ ચિંધ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના અંતરિયાળ વિસ્તારના નાગરિકોને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ધર આગણે પહોચાડવા માટે ડિઝીટલ સેવા સેતુ કાર્યક્રમનો નવતર અભિગમ અપનાવી સેવાઓ પુરી પાડી છે એટલુ જ નહી ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને ભારત નેટ અન્વયે બ્રોડબેન્ડ કનેક્ટીવીટી, ઇ-ધરા અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટથી ગુજરાતમાં સામાન્યમાં સામાન્ય માનવી સુધી ઇન્ફરમેશન ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તાર્યો છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રીજ્જુએ જ્યુડીશયરી અને એક્ઝિક્યુટિવ વચ્ચે તાલમેલની જરૂરિયાત ઉપર ભાર મૂકતા જણાવ્યું કે લોકોને સરળ, ઝડપી, સસ્તો અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે.

રામાયણ અને મહાભારત કાળથી આપણી પ્રાચીન પરંપરામાં પણ મધ્યસ્થીની ભૂમિકા મહત્વની રહી છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એમ સર્વગ્રાહી પ્રયાસો દ્વારા નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે મિડીએશન અને ન્યાય પ્રણાલીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ થાય તે માટે સરકારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તેમણે ઉમેર્યું કે નીચલી કોર્ટથી લઈ સર્વોચ્ય ન્યાયાલયમાં પડતર અને વિવાદી કેસોના ઉકેલ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી છે. આ બાબતોને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે ન્યાય પ્રણાલીમાં મિડીએશન બિલ લોકસભામાં પસાર કર્યું છે. ન્યાય પ્રક્રીયા ઝડપી બનાવવા માટે તજજ્ઞો, નિવૃત ન્યાયમૂર્તિઓ, કાયદાપંચ સહિતની કાનૂની સંસ્થાઓના અભિપ્રાયો લેવામાં આવશે.

આ પણ વાંચો :Banaskantha : નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટનું રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉદ્દઘાટન કરશે

આ પણ વાંચો :ધોરણ-10નું હિન્દીનું પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર, પેપર ફૂટવું તે શિક્ષણ વિભાગ માટે શરમજનક વાતઃ કોંગ્રેસ

Published On - 6:17 pm, Sat, 9 April 22

Next Article