Baroda Dairy Dispute : MLA કેતન ઈનામદારનો હુંકાર, ડેરીમાં હવે ભાવફેર સિવાય કોઈ વાત પણ નહીં અને સમાધાન પણ નહીં

|

Sep 20, 2021 | 5:58 PM

કેતન ઇનામદરે કહ્યું કે સાંસદ રંજનબેન અને પ્રભારી પરાક્રમસિંહ જાડેજા વચ્ચે 15 સપ્ટેમ્બરે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં આ સ્બહા પહેલા સભાસદોને ભાવફેર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ડેરીના શાસકો ચુક્યા છે.

VADODARA : બરોડા ડેરીનો વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. આ વિવાદના મુખ્ય ચહેરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર છે અને સામે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ એટલે કે દીનુમામા છે. બરોડા ડેરીમાં સભાસદોને ભાવફેર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર બરોડા ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે.ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારે ચેતવણી આપી છે કે આવતા બુધવાર 22 સપ્ટેમ્બર સુધીમાં ડેરીના સભાસદોને ભાવફેરની રકમ નહીં ચૂકવાય તો, હજારો સભાસદો બરોડા ડેરીનો ઘેરાવ કરશે.

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારોને એકઠા કરીને ઇનામદારે બેઠક યોજી હતી. જેમાં તેઓએ ડેરીના ભાજપના સત્તાધીશોનો ઉધડો લીધો અને ડેરીના સત્તાધીશો ભાજપને કાળો ધબ્બો લગાવતા હોવાનો આરોપ લગાવ્યો.

ત્યારબાદ આજે 20 સપ્ટેમ્બરે બરોડા ડેરીના હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે.ધારાસભ્યો આક્રોશ પૂર્વક બેઠક છોડી ચાલી નીકળ્યા.ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી છે કે, ગુરૂવારે હલ્લાબોલ ચાલું રાખવામાં આવશે અને બરોડા ડેરી સામે ધરણા કરવામાં આવશે. તો બીજી તરફ બરોડા ડેરીના ચેરમેને ભાવફેર નહીં થાય તેવી વાત કરી છે, સાથે જ જણાવ્યું હતું કે, ડેરીએ પહેલેથી જ ભાવ વધારો કર્યો છે.

આ બેઠક બાદ ધારાસભ્ય કેતન ઈનામદારનું નિવેદન સામે આવ્યું છે. Tv9 સાથેની ખાસ વાતચીતમાં કેતન ઇનામદરે કહ્યું કે સાંસદ રંજનબેન અને પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 15 સપ્ટેમ્બરે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોને ભાવફેર આપવામાં આવશે, જેમાં ડેરીના શાસકો ચુક્યા છે. MLA કેતન ઈનામદારે કહ્યું કે ડેરીમાં હવે ભાવફેર સિવાય કોઈ વાત પણ નહીં અને સમાધાન પણ નહીં થાય.

આ પણ વાંચો : AHMEDABADમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Next Video