વડોદરામાં (Vadodara) દરિયાઇ જીવની તસ્કરીનો પર્દાફાશ થયો છે. બાતમીને આધારે વન વિભાગની ટીમે 23 દરિયાઇ જીવ જપ્ત કર્યા છે. બરાનપુરામાં દરિયાઇ જીવની તસ્કરી થતી હોવાની વન વિભાગની ટીમને બાતમી મળી હતી. છેલ્લા ઘણા સમયથી ધરમસિંહ નામનો શખ્સ દરિયાઇ જીવની તસ્કરી કરતો હોવાની ફરિયાદ હતી. જેને લઇ બરાનપુરામાં વન વિભાગની ટીમે ધરમસિંહ રાણાના ઘરે દરોડા પાડ્યાં હતા અને તપાસ કરતા ઘરમાંથી કાચબા અને અન્ય 23 દરિયાઇ જીવ મળી આવ્યાં હતા.
આ પણ વાંચો- Bhavnagar : નારી સંરક્ષણ ગૃહની એક અનોખી પહેલ, પાલક પિતા બની આશ્રિત દીકરીના કરાવ્યા લગ્ન
પોલીસે દરોડા પાડતા બે કાચબા સાથે કેમિકલમાં મુકેલા દરિયાઇ જીવ પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે દરિયાઇ જીવનો કબજો મળેવી ધરમસિંહ રાણા સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વન વિભાગે ધરમસિંહ રાણાના ઘરમાં દરોડો પાડી તપાસ કરતા બે જમીન ઉપરના કાચબા મળી આવ્યા હતા. તે સાથે કેમિકલમાં રાખવામાં આવેલા દરિયાઇ ઘોડા, દરિયાઇ કોરલ, જેલી ફિશ, વાત ફિશ, ક્રેબ, સ્ટાર ફિશ, ફ્રોગ, ઓક્ટોપસ, મીની શાર્ક, વગેરે મળી આવ્યા હતા. જે તમામ કબ્જે કરવામાં આવ્યા છે અને આ પ્રતિબંધિત જીવો રાખનાર ધરમસિંહ રાણા સામે ગુજરાત વન વિભાગ દ્વારા વન્ય જીવ અધિનિયમ-1972 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ત્યારે હવે ધરમસિંહ રાણા આ જીવો ક્યાંથી લાવ્યા હતા, ક્યારે લાવ્યા હતા અને શા માટે લાવ્યા હતા? તે અંગેની તપાસ કરવામાં આવશે. તે બાદ તેની સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…