PM Modiના ગુજરાત પ્રવાસ પૂર્વે ગુજરાત ATSનું મોટું ઓપરેશન, આતંકી સંગઠન સાથે સાઠગાંઠ ધરાવતા 5 શંકાસ્પદની અટકાયત

|

Jun 16, 2022 | 10:40 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI) ગુજરાત પ્રવાસ પૂર્વે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકી સંગઠનો સાથે સાઠગાંઠ ધરાવતા પાંચ શખ્સોની ગુજરાત એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. 

PM Modiના ગુજરાત પ્રવાસ પૂર્વે ગુજરાત ATSનું મોટું ઓપરેશન, આતંકી સંગઠન સાથે સાઠગાંઠ ધરાવતા 5 શંકાસ્પદની અટકાયત
PM Modiના ગુજરાત પ્રવાસ પૂર્વે ગુજરાત ATSનું મોટું ઓપરેશન (સાંકેતિક તસ્વીર)
Image Credit source: TV9

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI) ગુજરાત પ્રવાસ પૂર્વે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકી સંગઠનો (Terrorist)સાથે સાઠગાંઠ ધરાવતા પાંચ શખ્સોની ગુજરાત એટીએસ (ATS) દ્વારા અટકાયત કરવામાં આવી છે.

અલકાયદાની ધમકી બાદ દેશ અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર હતી.આતંકી અને દેશવિરોધી તત્વો પર વોચ દરમ્યાન મળેલા મહત્વના ઇનપુટ્સને આધારે ગુજરાત ATS દ્વારા રાજ્યવ્યાપી મોટું ઓપરેશન પાર પડાયું છે. રાજ્યના અલગ અલગ સ્થળોએથી 5થી વધુ લોકોને પૂછપરછ માટે રાઉન્ડ અપ કરાયા છે. ISIS સાથે કનેક્શન ધરાવતા હોવાની આશંકા અને કેટલાક પુરાવાઓ મળ્યા બાદ ATS દ્વારા અટકાયત કરાઇ છે.

વડોદરા, ગોધરા અને અમદાવાદથી આ પાંચ શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. જેમાં ભૂતકાળમાં સિમી સાથે સંકળાયેલા વડોદરાના ડૉ.શાદાબ પાનવાલાની અટકાયત કરાઇ છે. સાથે જ વડોદરાના ફતેહગંજમાંથી એક યુવતીની પણ અટકાયત થઇ છે. ગોધરા અને અમદાવાદમાંથી પણ એક – એકની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં એક કંપનીના ડાયરેકટરની પણ અટકાયત કરવામાં આવી છે. આ તમામના મોબાઇલ, લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક ગેઝેટ કબ્જે કરાયા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સોશિયલ મીડિયા એપ્લિકેશન થકી ISISના હેન્ડલર સાથે સંપર્કમાં હોવાની માહિતી બાદ ATS દ્વારા આ કાર્યવાહી કરી છે.  રાઉન્ડ અપ કરાયેલા લોકો સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિઓ અને તમામના સોશ્યિલ મીડિયા એકાઉન્ટની સાયબર ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. વડોદરામાંથી રાઉન્ડ અપ કરાયેલા ડૉ. શાદાબની વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ સમયે પણ પૂછપરછ કરાઈ હતી.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જુનના રોજ ગુજરાત પ્રવાસે 

આગામી તા. 18 જૂનના રોજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ વડોદરા (Vadodara) ખાતે રૂ. 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં 41 હજાર આવાસોમાંથી 38071નું લોકાર્પણ અને 2999 ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Published On - 6:36 am, Thu, 16 June 22

Next Article