લાઉડ સ્પીકર વિવાદ હવે વડોદરા પહોંચ્યો, આ સંસ્થાએ 112 મંદિરોને વિના મુલ્યે લાઉડ સ્પીકર આપ્યા

|

Apr 25, 2022 | 2:26 PM

Loudspeaker Controversy: મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડ સ્પીકર વિવાદ હવે ગુજરાત પહોંચી ગયો છે.વડોદરાની એક સંસ્થાએ મંદિરોને વિના મુલ્યે લાઉડ સ્પીકર (Loud Speaker) આપ્યા છે.

લાઉડ સ્પીકર વિવાદ હવે વડોદરા પહોંચ્યો, આ સંસ્થાએ 112 મંદિરોને વિના મુલ્યે લાઉડ સ્પીકર આપ્યા
Loudspeaker Controversy

Follow us on

Loud Speaker Controversy: દિવસેને દિવસે લાઉડ સ્પીકર વિવાદ વધી રહ્યો છે, મહારાષ્ટ્રથી શરૂ થયેલો વિવાદ હવે ગુજરાતના વડોદરા (Vadodara) સુધી પહોંચી ગયો છે. વડોદરાની મિશન રામસેતુ સંસ્થાએ શહેરના વિસ્તારોમાં આવેલા 112 મંદિરોમાં લાઉડ સ્પીકરનું વિના મુલ્યે વિતરણ કર્યું છે. સંસ્થાનું માનવુ છે કે, વર્ષોથી ધાર્મિક સ્થાનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે, તેથી હિન્દુઓને (Hindu) પણ તેનો લાભ મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના (Raj Thackeray) લાઉડ સ્પીકર અંગે કરેલા નિવેદન બાદ મામલો ગરમયાો હતો.

લાઉડ સ્પીકર વિવાદ વધુ વણસ્યો

મહારાષ્ટ્રમાં સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને ધારાસભ્ય રવિ રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જીદ પકડી હતી. પહેલા તો શિવસૈનિકોએ કહ્યું કે તેઓ અમરાવતીથી મુંબઈ પહોંચી શકશે નહીં. પરંતુ રાણા દંપતી શુક્રવારે મુંબઈ પહોંચવામાં સફળ રહ્યું હતું. તેમણે તેમના ખારના નિવાસસ્થાનની બહાર પત્રકાર પરિષદને સંબોધી હતી. રાણા દંપતીએ કહ્યું હતુ કે તેઓ 23 એપ્રિલ શનિવારના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના માતોશ્રી નિવાસની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે. તેમનું કહેવું હતુ કે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વની યાદ અપાવવા માંગે છે. જો કે મામલો ગરમાતા પોલીસે બંને દંપતિની ધરપકડ કરી હતી.

આ પહેલા MNS વડા રાજ ઠાકરેએ 3 મે સુધીનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતુ છે કે જો ત્યાં સુધીમાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમના કાર્યકરો રાજ્યભરની મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે. રાજ ઠાકરેના આ અભિયાનને ભાજપનું સંપૂર્ણ સમર્થન છે. ભાજપ નેતા મોહિત કંબોજે પણ જાહેરાત કરી છે કે જેમની પાસે હનુમાન ચાલીસા વગાડવા કે પઠન કરવા માટે લાઉડસ્પીકર નથી, તેઓ મફતમાં લઈ જાય.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

લાઉડસ્પીકર સાથે અઝાનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાંપહોંચ્યો

લાઉડસ્પીકર સાથે અઝાનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાંપહોંચ્યો છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં પત્ર અરજી દાખલ કરી હતી. જેમાં લાઉડ સ્પીકર પરથી અઝાન આપવા અંગે પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. હિન્દુ મહાસભાની અરજીમાં માંગ કરવામાં આવી છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા અઝાન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદ અને ઇદગાહને ઇબાદતની જગ્યા માનવામાં આવી નથી.

 

આ પણ વાંચો : Vadodara : યુનોના ઇકોસોક યુવા ફોરમ-2022 લીડર બોર્ડમાં આયુર્વેદિક અધિકારી સુધીર જોશીએ પ્રથમ ક્રમ મેળવ્યો

Next Article