ભારત એવિએશન મેન્યુફેક્ચરિંગનું હબ બનવા જઈ રહ્યું છે… વડોદરામાં એરક્રાફ્ટ લોકાર્પણમાં બોલ્યા PM મોદી

પીએમ એ કહ્યું હતુ કે 10 વર્ષ પહેલા આપણે ઠોસ કદમ ઉઠાવ્યા ન હોત તો આજે આ લક્ષ્ય પર પહોંચવું મુશ્કેલ હોત. આપણે નવા રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું આજે તેનું પરિણામ આપણી આંખો સામે છે. રાઇટ પ્લાન અને રાઇટ પાર્ટનરશીપ જરૂરી છે. દેશે અનેક નિર્ણય લીધા જેનાથી વાઇબ્રન્ટ ડિફેન્સને વિકાસ મળ્યો.

ભારત એવિએશન મેન્યુફેક્ચરિંગનું હબ બનવા જઈ રહ્યું છે... વડોદરામાં એરક્રાફ્ટ લોકાર્પણમાં બોલ્યા PM મોદી
PM Modi
| Updated on: Oct 28, 2024 | 12:43 PM

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન વડોદરામાં PM મોદી એ વડોદરામાં ભવ્ય રોડ શો કર્યો હતો જેમની સાથે સ્પેનના PM પેડ્રો સાંચેઝનો પણ જોવા મળ્યા હતા. જે બાદ વડોદરામાં એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું PM મોદી અને સ્પેનના PMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે PM મોદીએ જ જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો.

રતન ટાટાને કર્યા યાદ

PM મોદીએ આ પ્રસંગે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ મિશનને સશક્ત કરવા જઈ રહ્યા છીએ. આ માટે ટાટાની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. થોડા સમય પહેલા જ દેશના મહાપુરૂષ રતન ટાટાને આપણે ખોયા છે. આજે તેઓ હોત તો બહુ જ ખુશ થાત. બે વર્ષ પહેલા ઓક્ટોબરમાં એરક્રાફ્ટ નિર્માણના ફેક્ટરીનું ખાતમુહૂર્ત થયું હતું અને આજે ઓક્ટોબરમાં ઉદ્ધાટન થયું છે.

10 વર્ષ પહેલા આપણે ઠોસ કદમ ઉઠાવ્યા

પીએમ એ કહ્યું હતુ કે 10 વર્ષ પહેલા આપણે ઠોસ કદમ ઉઠાવ્યા ન હોત તો આજે આ લક્ષ્ય પર પહોંચવું મુશ્કેલ હોત. આપણે નવા રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું આજે તેનું પરિણામ આપણી આંખો સામે છે. રાઇટ પ્લાન અને રાઇટ પાર્ટનરશીપ જરૂરી છે. દેશે અનેક નિર્ણય લીધા જેનાથી વાઇબ્રન્ટ ડિફેન્સને વિકાસ મળ્યો.

ડિફેન્સ સેક્ટર સ્ટાર્ટ અપ પર કરી વાત

પીએમએ જણાવ્યું સ્ટાર્ટઅપને ગતિ મળી છે. એક હજાર નવા ડિફેન્સ સ્ટાર્ટ્પ બન્યા છે. આજે આપણે દુનિયાના 100થી વધુ દેશમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે. એરબસ અને ટાટાની ફેક્ટરીથી ભારતમાં હજારો રોજગારનું નિર્માણ થશે. 18 હજાર મિનિ ફેક્ટરી બનવા જઈ રહી છે. ભારતમાં એવિએશન મેન્યુફેક્ચરિંગનું હબ બનવા જઈ રહ્યું છે. વડોદરા એ ભારતનું કલ્ચરલ સિટી છે. આથી સ્પેનથી આવેલા તમામ સાથીઓને વેલકમ કરવામાં મને વિશેષ ખુશી મળી છે.