Vadodara : રાજ્ય સરકારના ગણેશ મહોત્સવની મંજૂરીના નિર્ણયને ગણેશ મંડળોએ આવકાર્યો

|

Jul 29, 2021 | 12:41 PM

રાજય સરકારે  ગણેશ મહોત્સવ માટે આપેલ છૂટને વડોદરા(Vadodara)ના ગણેશ મંડળોએ આવકારી છે. તેમજ કોવિડ પ્રોટોકોલ અને સરકારની ગાઈડલાઈન મુજબ ગણેશોત્સવ માટે આયોજકોની તૈયારીઓ શરૂ કરી છે

ગુજરાત(Gujarat) ના સરકારે બુધવારે કોરોનાના પગલે આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકના ઘટાડા સાથે ખુલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારંભમાં 400 લોકોની એકત્ર થવાની 31 જુલાઇ બાદ મંજૂરી આપી છે. તેવા સમયે રાજ્યમાં ગણેશ મહોત્સવને(Ganesh Mahotsav) 4 ફૂટની પ્રતિમા સાથે યોજવા મંજૂરી આપી છે. રાજય સરકારે  ગણેશ મહોત્સવ માટે આપેલ છૂટને વડોદરા(Vadodara)ના ગણેશ મંડળોએ આવકારી છે. તેમજ કોવિડ પ્રોટોકોલ અને સરકારની ગાઈડલાઈન મુજબ ગણેશોત્સવ માટે આયોજકોની તૈયારીઓ શરૂ કરી છે. તેમજ આ મંડળોએ કહ્યું કે સરકારે છૂટ તો આપી પરંતુ જાહેરાત વહેલા કરવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વ્યાપક રીતે ગણેશ મહોત્સવ મનાવવામાં આવે છે.

 

આ પણ વાંચો : Maharashtra News: કેબીનેટની બેઠક વચ્ચે મંત્રી જયંત પાટીલની તબિયત બગડી, બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

આ પણ વાંચો : Health Tips: જો ભોજન પછી તમે પણ આ ચીજ ખાવાના શોખીન હોવ તો વાંચો આ આર્ટિકલ

Next Video