Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું

|

Jan 19, 2023 | 6:40 PM

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું
Vadodara Sanman

Follow us on

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. જેમાં અકસ્માત ગ્રસ્ત લોકોને ત્વરિત મદદ મળી રહે અને પરોપકારની ભાવનાથી મોટા પ્રમાણમા લોકો આગળ આવે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી ‘ગુડ સમરિટન ‘ યોજના અમલમા મુકાઇ છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય થઇ રહ્યું છે

મુખ્મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના માનવતાના અને પરોપકારના કાર્યને બિરદાવવા માટે છે. લોકો ગુડ સમરિટન યોજના વિશે જાણે અને ઉપયોગ કરે તો અકસ્માતમાં તથા મૃત્યુ દરને ઘટાડવામાં મદદરૂપ થશે.માર્ગ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય તો થઈ જ રહ્યું છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

પરંતુ આ યોજના અંતર્ગત જીવ બચાવનાર લોકોના કાર્યની સરાહના કરવાનું કાર્ય થઈ રહ્યું છે. આ યોજના વિશે ઉમેરતાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુડ સમરિટન યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

વિડિયો કોન્ફરન્સ દરમ્યાન વડોદરા જિલ્લાના અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડી જીવનદાન આપનાર કેલાનપુર ગામના રહેવાસી પ્રતાપસિંહ વાઘેલા, વરણામાના બિપીન સાધુ, કાજાપુરાના યોગેશ ઠાકોર, સેગવાના રહેવાસી કનૈયાલાલ પટેલ અને મેરુ આહીરને ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ વેબ રી લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા ખાતે મેયર તેમજ ધારાસભ્ય કેયુર રોકડીયા, શૈલેષ મહેતા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા કલેકટર અતુલ ગોર, પોલીસ કમિશ્નર શમસેર સિંગ, એસ.પી. રોહન આનંદ, આર.ટી.ઓ. અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયો હતો.

આ પણ  વાંચો : Gujarat માં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી, 70 મોબાઇલ કબજે કર્યા

Next Article