
Vaishno Devi New Train: હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યુ છે. ખાસ કરીને ગુજરાતીઓ ઉનાળુ વેકેશનમાં પર્યટન સ્થળો અથવા તો યાત્રા સ્થળઓ જતા હોય છે. ખાસ કરીને યાત્રા સ્થળ વૈષ્ણવ દેવીએ પણ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ જતા હોય છે. ત્યારે આ વર્ષે વૈષ્ણવ દેવીએ જવા ઇચ્છતા ગુજરાતીઓ માટે વડોદરા (Vadodara) DRMએ ટ્વિટ કરીને એક મહત્વની માહિતી આપી છે. વડોદરાના DRMએ (Divisional Railway Manager) વૈષ્ણવ દેવી સુપરફાસ્ટ એક્સપ્રેસ (12475) ભવાની મંડી પર 6 મહિના સુધી થોભવાની માહિતી આપી છે.
વડોદરા DRMએ વૈષ્ણવ દેવીના યાત્રાળું માટે એક મોટી સુવિધા કરી આપી છે. આ નિર્ણય મુસાફરી અને ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. વડોદરા DRMએ વૈષ્ણવ દેવી માતાના દર્શન માટે જનારા યાત્રાળુઓની મુસાફરી આરામદાયક બનાવવા માટે 6 મહિના સુધી 2 ગાડીઓને ભવાની મંડી પર વિરામ આપવાનો નિર્ણય લીધો છે.
વડોદરા DRMએ કરેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યુ છે કે માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12475) 6 મહિના માટે ભવાની મંડી ખાતે રોકાશે. ટ્રેનનું આ સ્ટોપેજ દરરોજ રહેશે અને 16 મે 2023 થી 12 નવેમ્બર 2023 સુધી આ ટ્રેન રાત્રે 10.03 કલાકે ભવાની મંડી પહોંચશે. અહીં તેનું 2 મિનિટનું સ્ટોપેજ હશે અને તે સવારે 10.05 વાગ્યે સ્ટેશનથી નીકળશે.
આ સુપરફાસ્ટ એક્સપ્રેસ પરત ફરથી વખતે 16 મે 2023 થી 12 નવેમ્બર 2023 સુધી ભવાની મંડી પર થોભશે. તો ત્યારે વૈષ્ણવ દેવીથી કટરા-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ (12476) મધરાતે 3 વાગે 58 મીનિટ પર ભવાની મંડી પર પહોંચશે. ત્યાર બાદ 2 મિનિટના વિરામબાદ ટ્રેન 4 વાગે તેના મૂળ સ્થાને જવા નીકળશે.
કટરા-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ જામનગરમાં હાપાથી સવારે 5.25 રોજ નીકળશે. આ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર જંકશન રેલવે સ્ટેશન, વિરમગામ જંકશન, અમદાવાદ રેલવે સ્ટેશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન રેલવે સ્ટેશન, ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદા, વિક્રમગઢ અલોટ, રામનગર, શામનગર સ્ટેશન પર ઉભી રહેશે. મંડી જંક્શન, કોટા જંક્શન, સવાઈ માધોપુર જંક્શન પર વિરામ લેશે. આ ટ્રેન દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, પાણીપત, અંબાલા, લુધિયાણા, જલંધર કેન્ટ, પઠાણકોટ છાવણી, કઠુઆ, જમ્મુ તાવી રેલ્વે સ્ટેશન, ઉધમપુર થઈને માતા વૈષ્ણોદેવી કટરા રરેલવે સ્ટેશન પહોંચે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…