Gandhinagar : સ્વીટી પટેલ હત્યા કેસમાં ડીએનએ મેચ કરવામાં મુશ્કેલી, ત્રણ તબક્કામાં હાડકાનું પૃથક્કરણ

|

Aug 12, 2021 | 6:10 PM

મળતી માહિતી પ્રમાણે ઘટનાસ્થળેથી મળેલા હાડકા વધુ પડતા બળી જવાને કારણે આ મુશ્કેલી આવી રહી છે. તેમ છતા અલગ અલગ 3 તબક્કામાં મળેલા હાડકાને વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે

ચકચારી સ્વીટી પટેલ(Sweety Patel) હત્યા કેસમાં ડીએનએ મેળવવા મુશ્કેલી આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે ઘટનાસ્થળેથી મળેલા હાડકા વધુ પડતા બળી જવાને કારણે આ મુશ્કેલી આવી રહી છે. તેમ છતા અલગ અલગ 3 તબક્કામાં મળેલા હાડકાને વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ મળેલા દાંત તેમજ મંગળસૂત્ર સહિતના અન્ય દાગીનાઓની પણ પોલીસ(Police) તપાસ કરી રહી છે.મળેલા પૂરાવાને આધારે સ્વીટી પટેલના પરિવાર તથ મિત્રોના નિવેદન લેવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરાની સ્વીટી પટેલ ચકચારી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને બુધવારે મહત્વના પુરાવા મળી આવ્યાં હતા. જેમાં સ્વીટીણી લાશ સળગાવી હતી ત્યાંની માટી ચાળી તો બળેલું મંગળસૂત્ર અને હાથની વીંટી સાથે જ સ્વીટી ના પાંચ દાંત મળી આવ્યાં હતા. જ્યારે હત્યારો અજય દેસાઈનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS પોઝિટીવ આવ્યો છે.

વડોદરાના તત્કાલીન પીઆઇ અજય દેસાઈએ એની પત્ની સ્વીટી હત્યા કરી લાશને હિન્દુ રીતરિવાજ પ્રમાણે અંતિમવિધી કરી હતી.ત્યાંજ ક્રાઈમ બ્રાંચે એ જ જગ્યા ઉપર ત્રીજી વખત તપાસ કરી ખોદકામ કર્યું.જેમાં ક્રાઈમ બ્રાન્ચએ લગભગ 12 કલાક સુધી ખોદકામ કરી અને માટી ચાળી જેમાં સ્વીટીના હાથની આંગળીઓના હાડકા,મણકા ભાગ સહીત 43 અસ્થીઓ અને પાંચ દાંત મળી આવ્યા

ત્યાર બાદ સ્વીટી નું બળેલું મંગળસૂત્ર અને હાથ ની વીંટી મળી આવી.બીજી તરફ સ્વીટીની લાશના નિકાલ બાદ એફએસએલ દ્વારા કરવામાં આવેલો પોલિગ્રાફ ટેસ્ટ અને SDSપણ પોઝિટિવ આવ્યો છે.. હાલ આ અનેક કડીઓ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સ્વીટી લાશ અને તેની હત્યાના સંયોગિક પુરાવા પ્રાપ્ત થયાં છે.

આ પણ વાંચો :  Neeraj chopra : ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ કર્યો ખુલાસો, ફાઇનલ બાદ પાકિસ્તાની ખેલાડીને કહ્યું..

આ પણ વાંચો : World Elephant Day 2021: શું તમે હાથીને માનવીય પ્રવૃતિ કરતા જોયા છે ? જુઓ Photos

Next Video