
વડોદરામાં રખડતા ઢોરના હુમલામાં વૃદ્ધાના મોત કેસમાં VMCના અધિકારીઓને વકીલે નોટિસ ફટકારી છે. વૃદ્ધાના વકીલે મ્યુનિસિપલ કમિશનર અને પશુ પાલકને નોટિસ ફટકારી છે. જ્યારે પરિવારજનોએ રૂપિયા 25 લાખનું વળતર ચૂકવવા માગ કરી છે. મૃતક મહિલાના પરિવારજનો તરફથી વકીલે નોટિસ પાઠવી છે. ગત માર્ચ માસમાં ગાયના હુમલામાં ગંગા પરમાર નામની વૃદ્ધાનું મોત થયું હતું. માણેજામાં પંચરત્ન સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા વૃદ્ધાને બે ગાયોએ ક્રૂરતા પૂર્વક રહેસી નાખ્યા હતા.
આ પણ વાંચો-Gujarati Video: ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભિલીસ્તાનની માગ કરી, જુઓ Video
ગત 3 માર્ચના રોજ વડોદરાના માણેજામાં આ ઘટના બની હતી. ગંગાબેન પરમાર પંચરત્ન સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગંગાબેનને બે ગાયોએ ક્રૂરતા પૂર્વક રહેંસી નાખ્યા હતા. બે ગાયોએ ગંગાબેન પર કરેલા હુમલામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે પછી વદ્ધા ગંગાબેનનું મોત થયુ હતુ.
વડોદરામાં ગાયના હુમલામાં મોતને ભેટેલી મહિલાના પરિવારજનોએ માગ્યુ 25 લાખનું વળતર#Vadodara #Gujarat #TV9News pic.twitter.com/JYmIJxzwWs
— Tv9 Gujarati (@tv9gujarati) April 4, 2023
આ કેસમાં વડોદરા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે હવે મૃતકના પરિવારજનો દ્વારા પોતાના વકીલ મારફતે મ્યુનિસિપલ કમિશનર તેમજ જેની ગાયો હતી તે પશુપાલકને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ તેમની પાસેથી રૂપિયા 25 લાખનું વળતર ચૂકવવા માગ કરવામાં આવી છે. નિયમ અનુસાર કોર્ટની અંદર કોઈ કાર્યવાહી કરતા પૂર્વે આ પ્રકારની નોટિસ આપવાની રહે છે.
એટલે કે મૃતકના પરિવારજનો દ્વારા કોર્ટમાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી પરિવારજનો દ્વારા કરવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનર સહિતના કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા માટેની આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…