Vadodara : રોડ કોન્ટ્રાક્ટરને કામ સોંપાયુ હોવા છતા આ ગામમાં લોકોએ જાતે જ રસ્તો બનાવવાનું શરુ કર્યુ, જાણો શું છે કારણ

|

Jun 26, 2022 | 1:00 PM

દર વર્ષે ચોમાસામાં (Monsoon 2022) વરસાદને કારણે પાણી આવવાથી ડભોઈના આશગોલ અને પરાને જોડતાં નાળા પર પાણી ફરી વળતાં વારંવાર વાહનવ્યવહાર ખોરવાઇ જાય છે અને ગામનો સંપર્ક તૂટી જાય છે.

Vadodara : રોડ કોન્ટ્રાક્ટરને કામ સોંપાયુ હોવા છતા આ ગામમાં લોકોએ જાતે જ રસ્તો બનાવવાનું શરુ કર્યુ, જાણો શું છે કારણ
ડભોઇ તાલુકાના ગામમાં લોકો જાતે રસ્તો બનાવવાના કામે લાગ્યા

Follow us on

વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઇ તાલુકાના આશગોલ અને પરાને જોડતા નાળા ઉપર ગ્રામજનોએ જાતે જ રસ્તો બનાવવાની કામગીરી શરુ કરી છે. આ બ્રિજ પર ચોમાસામાં દર વર્ષે હેરણ નદીનું (Heran River) પાણી ફરી વળતુ હોય છે. જેના કારણ વાહન વ્યવહાર તેમજ વારંવાર સંપર્ક તૂટી જતો હતો. ગત વર્ષે માર્ગ મકાન વિભાગ દ્વારા છલીયા નાળામાંથી બ્રિજ બનાવવા માટેની કામગીરી કોન્ટ્રાકટરને (Road Contractor) સોંપવામાં આવી હતી. પણ ધીમીગતિની કામગીરીને કારણે 6 માસમા માત્ર 2 જ બીમ ઉભા થયા છે. જેને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

લોકોએ જાતે નાળા પર રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી

દર વર્ષે ચોમાસામાં વરસાદને કારણે પાણી આવવાથી ડભોઈના આશગોલ અને પરાને જોડતાં નાળા પર પાણી ફરી વળતાં વારંવાર વાહનવ્યવહાર ખોરવાઇ જાય છે અને ગામનો સંપર્ક તૂટી જાય છે. જેના કારણે ગત વર્ષે સરકાર દ્વારા અહીં નાળાની જગ્યાએ બ્રિજ બનાવવાની મંજુરી આપી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે છ મહિનામાં માત્ર બે જ બિમ ઉભા થયા છે. નાળામાંથી બ્રિજ બનાવવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ વર્ષે પણ ચોમાસું આવી ગયું છતાં બ્રિજ બન્યો નથી. વરસાદી સિઝન ચાલુ થવાના માત્ર ગણતરીના દિવસ રહ્યા છે ત્યારે બ્રીજ તો દૂર આવવા જવા માટે માર્ગ પણ નથી. ત્યારે હવે ગ્રામજનોએ પ્રાથમિક અવર-જવર માટે જાતે જ એપ્રોચ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે. બ્રિજ ના બનતાં લોકોએ જાતે નાળા પર રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી છે.

તંત્રના ભોગે રસ્તો રહ્યો અધુરો

ડભોઇ તાલુકાના આશગોલ ગામની સમસ્યા વરસાદ નજીક ત્યારે ગામમાં આવવાનો એક માત્ર મુખ્ય માર્ગ તંત્રના ભોગે અધુરો રહ્યો છે. અહીંથી હેરણ નદી પસાર થાય છે. દર વર્ષે ઉપરવાસમાં વરસાદ પડે તો નદીમાં પૂર આવતું હોય છે અને ગામ વારંવાર સંપર્ક વિહોણું બનતું હોય છે. ગત વર્ષે અહીંની સમસ્યા જોઈ તંત્ર દ્વારા છલીયા નાળાને ઊંચું કરી સરળતાથી અવર કવર કરી શકાય તે માટે રસ્તો બનાવવાનું ટેન્ડર કોન્ટ્રેનકટરને સોંપાયું હતું. ઝડપી કામ કરવા આશરે 2 કરોડનો ખર્ચ સાથે આ કામ સોંપાયું પણ કોન્ટ્રાકટરની ધીમી ગતિની કામગીરીને લઇ અત્યારે સવાલો ઉભા થઇ રહ્યા છે

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ગ્રામજનોએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

દર વર્ષે ચોમાસામાં આ ગામમાં રહેતા 600થી વધુ લોકોને હાલાકો ભોગવાનો વારો આવે છે. ત્યારે આ વર્ષે પણ રસ્તો બનવાની આશા ન દેખાતા મજબુર બનેલા ગ્રામજનો અત્યારે જાતે જ એપ્રોચ રોડ બનાવવા મથી રહ્યા છે. એક તરફ સરકાર લાખો રૂપિયા છેવાળાના ગામ સુધી ખર્ચી વિકાસના બ્યુગલ વગાડી રહ્યા છે. ત્યારે આ ગામમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગત હોવાથી ઝડપી કામ ન થતુ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

(વીથ ઇનપુટ- હસન ખત્રી, ડભોઇ, વડોદરા)

Next Article