
ભારતના વિમાનના ક્ષેત્ર આજે એક મોટી સફળતા મેળવી છે. વડોદરામાં ટાટા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડના પ્લાન્ટમાંથી પહેલું મેડ ઈન્ડિયા C295 મિલિટ્રિ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સફળતાપૂર્વક બની બહાર આવી છે.આ પહેલી વખત છે. જ્યારે ભારતમાં કોઈ પ્રાઈવેટ કંપનીએ આખું સૈન્ય વિમાન તૈયાર કર્યું હોય. અત્યારસુધી આ કામ માત્ર સરકારી કંપનીઓ સુધી સીમિત હતું. સૌથી મોટી વાત એ છે કે, આ વિમાન નક્કી કરેલી તારીખથી અનેક મહિના પહેલા બનીને તૈયાર કરવામાં આવ્યું છે.
પેલોડ ક્ષમતા : આ એરક્રાફ્ટ એક સમયે 9,000 કિલોથી વધુ પેલોડ અથવા 71 સૈનિકો એક સાથે લઈ જઈ શકે છે.
ઉપયોગ : જેનો ઉપયોગ સૌનિકોને લઈ આવવા લઈ જવા તેનો ઉપયોગ આપત્તિ રાહત, તબીબી કટોકટી અને દરિયાઈ દેખરેખ માટે કરવામાં આવશે.
મુશ્કેલ ભૂપ્રદેશમાં લેન્ડિંગ : આ વિમાન ટૂંકા, કાચાં રનવે પર સરળતાથી ઉતરાણ કરી શકે છે, જે પર્વતીય અને સરહદી વિસ્તારો માટે મહત્વપૂર્ણ છે.
સ્વદેશી ટેકનોલોજી : તે ભારતીય સરકારી કંપનીઓ (BEL અને BDL) દ્વારા વિકસિત ઇલેક્ટ્રોનિક યુદ્ધ સ્યુટથી સજ્જ છે.
આ આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા અભિયાનની એક મોટી જીત છે. હવે ભારત એ લિસ્ટમાં સામેલ થયું છે. જે ખુદ આધુનિક સૈન્ય વિમાન બનાવવાની ક્ષમતા રાખે છે.
કુલ વિમાન : ભારતીય વાયુસેના માટે કુલ 56 વિમાન ખરીદવામાં આવ્યા હતા.
સ્પેનથી ડિલિવરી : પહેલા 16 વિમાનો સ્પેનથી સીધા ભારત ઉડાન ભરશે (આમાંથી છ વિમાનો પહેલાથી જ વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે).
ભારતમાં નિર્માણ : બાકીના 40 વિમાનો વડોદરામાં ટાટા પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યા છે.
રોજગાર અને MSMEs: આ પ્રોજેક્ટમાં 37 ભારતીય સપ્લાયર્સ અને ડઝનબંધ નાના ઉદ્યોગો (MSMEs) સામેલ છે, જે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે.
આ C295 વિમાન વાયુસેનાના જૂના થઈ ચુકેલા અવરો (Avro HS-748)નું સ્થાન લેશે. જેના આવવાથી ભારતીય સેનાની લોજિસ્ટિક્સ અને સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પરિવહન કરવાની ક્ષમતા અનેકગણી વધશે.