વડોદરામાં ગાયની અડફેટે આવ્યા ભાજપના નેતા, હોસ્પિટલમાં ખસેડાયા

વડોદરામાં ગાયની અડફેટે આવ્યા ભાજપના નેતા, હોસ્પિટલમાં ખસેડાયા

| Edited By: | Updated on: Dec 05, 2021 | 1:54 PM

વડોદરામાં ઢોરના આતંકની ઘટના પર નજર કરીએ તો 3 ડિસેમ્બરે વોર્ડ 11ના ભાજપના ઉપપ્રમુખને ગાયે ભેટું માર્યુ છે.

વડોદરા(Vadodara) કોર્પોરેશને રખડતા ઢોરના(cattle nuisance) આતંકને દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશનું સુરસુરિયું થઈ ગયું છે. જેમાં ખુદ ભાજપના(BJP)  ઉપપ્રમુખને જ ગાયે ભેટું મારતાં માથામાં 4 ટાંકા આવ્યા છે.. શહેરમાં રખડતાં પશુઓના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની જાહેરાત પોકળ સાબિત થઈ છે. છેલ્લા 12 દિવસમાં ગાયે ભેટું મારવાની પાંચથી વધુ ઘટનાઓ સામે આવી છે.

જેમાં શહેરના હરિનગર વિનાયક સોસાયટીમાં રહેતાં જાગૃતિ પાઠક વોર્ડ 11માં ભાજપનાં ઉપપ્રમુખ છે. તેઓ ગત શુક્રવારે સાંજે વોર્ડ નંબર 11ની કચેરીથી પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ગાયોનાં ઝૂંડે તેઓને ફંગોળતાં રસ્તા પર પટકાયા હતા.. જેને પગલે તેમને માથામાં ઈજા થતાં બેભાન થઈ ગયા હતા.. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા..

ઢોરના આતંકની છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો 3 ડિસેમ્બરે વોર્ડ 11ના ભાજપના ઉપપ્રમુખને ગાયે ભેટું માર્યું.. આ પહેલા 23 નવેમ્બરે બાજવા ફર્ટિલાઇઝર માર્કેટના ગેટની સામે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી.. 23 અને 26 નવેમ્બરે રાજીવનગરમાં 2 વર્ષના બાળક એક ગાયે બે વખત કર્યો હુમલો કર્યો હતો..24 નવેમ્બરે સમા વિસ્તારમાં સફાઇ સેવક કુણાલ સોલંકીને ગાયે ઈજા પહોંચાડી હતી.. 27 નવેમ્બરે ગોરવામાં 50 વર્ષની વ્યક્તિને ગાયે શીંગડે ભરાવતાં ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો: BSFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન, ‘BSFને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રદાન કરવા સરકાર પ્રતિબદ્ધ’ 

આ પણ વાંચો : ગુજરાત સરકારે ICMR ને જીનોમ સિક્વન્સ માટે ઓછા સેમ્પલ મોકલ્યા

Published on: Dec 05, 2021 01:53 PM