અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે

|

Feb 23, 2022 | 7:20 PM

3 મોત બાદ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે તેમણે ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો, આ ઘટના બાદ આજે ફરી એક વીડિયો બહાર આવ્યો છે તેમાં તે કહે છે કે ભય વિના પ્રિતી નથી,

અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે
અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો

Follow us on

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરે ટક્કર મારતાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં જે અંગે ગઈકાલે કેન્દ્રના પૂર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. આ ઘટના બાદ આજે ફરી એક વીડિયો (video) બહાર આવ્યો છે તેમાં તે કહે છે કે ભય વિના પ્રિતી નથી, ભય તે બતાવવો જ પડે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે મને પણ રેતી માફિયાઓથી જોખમ છે.

ગઈ કાલે નારેશ્વર રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરે ટક્કર મારતાં બાઈક સવાર 3 લોકોના મોતની ઘટના બાદ સ્થળ પર પહોંચેલા સાંસદ મમસુખ વસાવાનો અધિકારીઓને ધમકાવતો વીડિયો વાઇરલ થયો હતો અને આ ધમકીને પગલે અધિકારીઓએ સાંસદની સામે આવેદન પણ આપ્યું હતું.

આજે મનસુખ વસાવા ઝઘડિયા (zaghadiya) માં જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, ત્યાં તેમણે આ કિસ્સો યાદ કરતાં કહ્યું હતું કે કાલની ઘટના વખતે લોકો એમ કહેતાં હતાં કે મનસુખભાઈ ક્યાંક અધિકારીઓને મારી લેશે, પણ હું એટલો તો સમજદાર છું કે આવું ન કરું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા


તેમણે ઘટના યાદ કરતાં કહ્યું કે ત્રણ લોકો સ્થળ પર મરી ગયાં, એટલા બેફામ પ્રમાણે ડમ્પર ચાલે કે રાહદારી ભયથી ધ્રૂજે, તો શું નાના વાહનવાળાએ ધ્યાન રાખવાનું? ડમ્પરે ત્રણ લોકોને કચડી નાખ્યા. એ દૃશ્ય ન જોવાય શકે, રાત્રે ગામના 400થી 500 લોકો અકઠા થઈ ગયા. પોલીસ સીવાય કોઇ અધિકારી ત્યાં ગયો નથી. મને રાત્રે ફોન પર ફોન આવે, મારો ડ્રાઈવર જતો રહ્યો હતો તેથી હું કેવી રીતે જાઉ, મારે પણ સિક્યોરીટિ તો જોવી પડે ને. આ તો રેત માફિયા છે શું નું શું કરી શકે. કારણ કે હું તો તેમની આંખમાં જ છું, મારી માથે પણ ડમ્પરીયું ચાડાવી દે. છતાં હું ત્યાં પહોંચી ગયો. અધિકારીઓને ત્યાં બોલાવ્યા. ત્યાં અવેલા અધિકારીઓની મારે કંઈ આરતી ઉતારવાની હોય?

હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાંથી ત્રણેય ડેડબોડી ઉઠાવી લેવાઈ હતી. ત્રણેય જગ્યાએ લોહીના ધબ્બા પડેલાં હતાં. લોકો ફૂલહાર લઈને આવ્યા હતા. મને કહ્યું કે સાહેબ આ ફૂલ ચડાવી દો. તો મે લોહીના ધબ્બા પર ફૂરહાર મૂક્યા. પણ આ અધિકારીઓની માનસિકતા તે જુઓ. હું ફૂલ ચડાવતો હતો અને આ અધિકારીઓ ખિસ્સામાં હાથ નાખીને આમ તેમ ફર્યા કરતા હતા. મારો તો ત્યારે જ પિત્તો ગયો હતો, પણ મને એમ કે છોડોને ભાઇ, આપણે અત્યારે કામ માટે આવ્યા છીએ, આપણે તેની સાથે કામ લેવાનું છે.

એ લોકો આમ તેમ આટા મારતા હતા, દૂર દૂર પેલા રેતી માફિયાના એજન્ટો ફરતાં હતા અને આ આધિરાકારીઓની એમના તરફ નજર હતી. પેલા ટકાવારીવાળા હોયને એટલે ડર તો લાગેને એટલે મેં કીધું અને હજુ પણ કહું છું કે રેતી સાથે જોડાયેલા તંત્રમાં નિયમિત હપ્તા મળે છે અને તેથી જ આ 3 લોકોનાં મોત થયાં છે. આ પહેલાં પણ આવી ઘણી ઘટના બની ચૂકી છે.

મારા વિસ્તારમાં આવી બેફામ વાહનો ચાલતાં હોય તેને નહીં છોડું. તેઓ ભલે ધંધો કરે, રોયલ્ટી લઈને કરે, મને તેની સામે કોઈ વાંધો નથી. ગઈ કાલે નારેશ્વરની આસપાસ 50થી 60 ટ્રકો રોયલ્ટી વગરની હતી. મે અધિકારીઓને કહ્યું કે પંચનામું કરો, પણ તેમને ડર લાગતો હતો કેમ કે પેલા રેતી માફિયા ત્યાં ફરતા હતા.

 

આ પણ વાંચોઃ Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Published On - 4:36 pm, Wed, 23 February 22

Next Article