વડોદરાની SSG હોસ્પિટલની સિદ્ધિ , મોયા મોયા બીમારીની સર્જરી કરી બે બાળકોને જીવનદાન બક્ષ્યું

|

Mar 05, 2022 | 8:52 PM

મોયા મોયાએ જ્વલ્લેજ જોવા મળતી મગજની બીમારી છે.1957માં જાપાનમાં પ્રથમ વખત આ બીમારી દેખાઈ હતી.વિશ્વમાં 1 લાખમાંથી 3 થી 5 બાળકોમાં જ આ રોગ જોવા મળે છે.ડોક્ટરોના જણાવ્યા મુજબ મોયા મોયાને કારણે મગજને લોહી પહોંચાડતી ધમનીઓ સુકાઈ જાય છે.

વડોદરાની SSG હોસ્પિટલની સિદ્ધિ , મોયા મોયા બીમારીની સર્જરી કરી બે બાળકોને જીવનદાન બક્ષ્યું
Vadodara SSG Hospital Surgery

Follow us on

વડોદરાની(Vadodara)  SSG હોસ્પિટલે(SSG Hospital)  વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. મોયા મોયા બીમારીથી (Moyamoya disease)  પીડિત બાળકો પર SSG હોસ્પિટલમાં ઇડાસ નામની સફળ સર્જરી કરવામાં આવી.ન્યુરો સર્જરીના ઇતિહાસમાં પ્રથમ વખત SSG હોસ્પિટલમાં ડોક્ટરોએ આ સર્જરી કરી બાળકોને જીવતદાન આપ્યું. ડાકોરના કાલસર ગામના 5 વર્ષીય મોહંમદ અરફાન શેખ અને મોહંમદ હુસેન પર સફળ સર્જરી કરવામાં આવી.મોયા મોયાએ જ્વલ્લેજ જોવા મળતી મગજની બીમારી છે.1957માં જાપાનમાં પ્રથમ વખત આ બીમારી દેખાઈ હતી.વિશ્વમાં 1 લાખમાંથી 3 થી 5 બાળકોમાં જ આ રોગ જોવા મળે છે.ડોક્ટરોના જણાવ્યા મુજબ મોયા મોયાને કારણે મગજને લોહી પહોંચાડતી ધમનીઓ સુકાઈ જાય છે..બાળકોમાં મુખ્યત્વે આ રોગ જોવા મળે છે અને માનસિક વિકાસ અટકી જાય છે.એટલું જ નહીં મગજમાં જતી મુખ્ય નસમાં સોજો આવી જતા લોહીનું પરિભ્રમણ અટકી જાય છે

હોસ્પિટલના તબીબોની મહેનતને  પરિવારજનો બિરદાવી

તો પરિવારજનોનું કહેવું છે કે બંને બાળકોને છેલ્લા કેટલાક વર્ષોથી લકવાની અસર થતી હતી. જેથી તેઓ અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ફટક્યાં હતા પરંતુ ક્યાય યોગ્ય નિદાન થતું નોહતું. જેને લઇ તેમની ચિંતામાં વધારો થયો હતો. સર્જરી બાદ ચિંતામુક્ત બન્યાં છે.SSG હોસ્પિટલના તબીબોની મહેનતને આજે પરિવારજનો બિરદાવી રહ્યાં છે.

 સફળ સર્જરી સયાજીના ન્યૂરો સર્જરી વિભાગે કરી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પીટલમાં પહેલીવાર અને કદાચ વડોદરાની કોઈ હોસ્પિટલમાં હજુ સુધી નથી થઈ તેવી ઇડાસ સર્જરી કરીને અત્યંત જૂજ ગણાતા મોયા મોયા રોગમાંથી બે બાળ દર્દીઓને રાહત અપાવી છે. આ અમારું ટીમ વર્ક છે અને તેની સાથે જોડાયેલા તમામ વિભાગો અભિનંદનને પાત્ર છે એવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે આ રોગનું સચોટ નિદાન અને સફળ સર્જરી સયાજીના ન્યૂરો સર્જરી વિભાગે કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તેમને આ જટિલ રોગની સારવારમાં બાળ રોગ વિભાગ, એનેસ્થેસિયા વિભાગ સહિત વિવિધ વિભાગોના તબીબો તેમજ નર્સિંગ અને અન્ય સ્ટાફનો ખૂબ સહયોગ મળ્યો છે.આ કેસ ની સારવાર સયાજી હોસ્પિટલના ટીમ વર્કનું ઉદાહરણ છે.હું સૌને આ સિદ્ધિ માટે ધન્યવાદ આપું છું.

સર્જરી 5  કલાકથી પણ લાંબી ચાલી

સારવાર ટીમના સદસ્ય અને ન્યુરો સર્જન ડો.પાર્થ મોદીએ જણાવ્યું કે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે તેમના અનુદાન માંથી અમારા વિભાગને ખૂબ અદ્યતન ન્યુરો સર્જીકલ  ઓપરેટિંગ માઇક્રોસ્કોપ આપ્યું છે. રૂ.47 લાખની કિંમતના આ તબીબી ઉપકરણથી આ ખૂબ જ જટિલ અને લાંબી સર્જરી ખૂબ સારી રીતે થઈ શકી છે.આ સર્જરી 5  કલાકથી પણ લાંબી ચાલે છે. કદાચ આ ઉપકરણ વગર આ સર્જરી થઈ શકી ન હોત.

આ પણ વાંચો : ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી

આ પણ વાંચો : Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

 

Published On - 8:51 pm, Sat, 5 March 22

Next Article