આરોપી ફરાર પોલીસ પર ગાજ: વડોદરામાં પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતાં 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જુઓ વીડિયો

|

Nov 12, 2023 | 6:49 PM

વડોદરામાં CMOના નામે રોફ જમાવતો ઠગબાજ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હોવાનો બનાવ બ્નયો હતો. મુદત હોવાથી વિરાજ પટેલને 25 આરોપી સાથે વડોદરાની કોર્ટમાં રજૂ કરાયો હતો. જોકે મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ દોડતી થઈ છે. ફરાર આરોપીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ, LCB, ગોત્રી પોલીસની ટીમોની રચના કરાઇ છે. મહત્વનુ છે કે પોલીસ કમિશનરે ફરજમાં બેદરકારી દાખવનાર 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

આરોપી ફરાર પોલીસ પર ગાજ: વડોદરામાં પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતાં 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જુઓ વીડિયો

Follow us on

જો કડક પોલીસ જાપ્તામાંથી કોઈ રીઢો આરોપી ફરાર થઈ જાય તો ચોક્કસ ખાખી સામે સવાલ સર્જાય. આવી એક ખાખી સામે સવાલો સર્જતી ઘટના સામે આવી છે. જ્યાં ઠગાઈની દુનિયાનો બેતાજ બાદશાહ એવો મહાઠગ વિરાજ પટેલ પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આ બનાવમાં પોલીસ કમિશનરે ફરજમાં બેદરકારી દાખવનાર 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આરોપી ફરાર થઈ ગયા પછી પણ જવાબદાર પોલીસકર્મીઓને તેની ગંધ ન આવી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 30 એપ્રિલના રોજ વડોદરાની ગોત્રી પોલીસે વિરાજ પટેલની દુષ્કર્મ અને ઠગાઈના કેસમાં ધરપકડ કરી હતી, રિમાન્ડ પૂર્ણ થતાં વિરાજ પટેલને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો હતો. જ્યાં મુદત હોવાથી વિરાજ સહિત અન્ય 25 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.

ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરાયા બાદ, અન્ય તમામ 24 આરોપીઓ પરત લવાયા જોકે વિરાજ પટેલ ગાયબ હોવાથી તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો. એક રીઢો ગુનેગાર ગાયબ હોવાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી હતી. પોલીસે આરોપીઓની શોધવા ટીમોની રચના કરી છે. તો શહેર પોલીસ કમિશનરે ફરજમાં બેદરકારી આચરનાર બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાંથી આરોપી ફરાર થવાની ઘટના ચોક્કસ ગંભીર છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે,

  • પોલીસ જાપ્તામાંથી રીઢો આરોપી કેવી રીતે ફરાર થયો ?
  • આરોપી ફરાર થયો છતાં પણ પોલીસ કેમ અજાણ હતી ?
  • મહાઠગ ફરાર થવાના કેસમાં કોની રહી ગઇ બેદરકારી ?
  • શું પોલીસ જાપ્તાના કર્મીની ચૂક હતી કે પછી અન્ય કારણ ?
  • ચુસ્ત પોલીસ જાપ્તામાંથી કેવી રીતે છટકી ગયો આરોપી ?
  • જે કોન્સ્ટેબલની ફરજ હતી કેમ તેને પણ ખ્યાલ ન આવ્યો ?

મહાઠગબાજ વિરાજ પટેલની ‘પાપલીલા’ પર નજર કરીએ તો  2020માં રાજનેતાના ભાણાની ઓળખ આપી ઠગાઈનો પ્રયાસ કર્યો હતો, આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પ્રયાસ હતો. મોટા નેતા માટે ફાઈવ સ્ટાર હોટેલ ખરીદવાની વાત કરી હતી.  વર્ષ 2016માં ઉજ્જૈનના MLA મોહન યાદવ સાથે ઠગાઈ કરી હતી.

આ પણ વાંચો : વડોદરા : મહાઠગબાજ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થતા પોલીસ દોડતી થઈ, જુઓ વીડિયો

MLA મોહન યાદવ સાથે ઠગાઈના કેસમાં જેલમાં પણ ગયો હતો. મુંબઇની યુવતીને ગિફ્ટ સિટી માટે મોડલિંગના નામે ફસાવી હતી. CMO ઓફિસરની ખોટી ઓળખ આપી ઠગાઇ આચરવાનો આરોપ છે. જુલાઈ 2022માં બોપલની યુવતી પાસેથી 50 હજાર પડાવ્યા હતા. મહત્વનુ છે કે વિરાજ પટેલ વિરૂદ્ધ અમદાવાદના કેટલાક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે જેમાં કાગડાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વગેરે જગ્યાએ ગુના દાખલ કરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article