વિયેતનામ ફરવા ગયેલી જૈન આગેવાન અગ્રણી બિઝનેસમેનને બ્રેન સ્ટોક આવ્યા બાદ તેમને નિયત સમયે જો ભારત લાવવામાં આવે તોજ દર્દીનો જીવ બચાવવો શક્ય હતો. ભારત સરકાર અને ગુજરાત પોલીસના ઉમદા પ્રયાસોના કારણે ગ્રીન કોરિડોર બનાવી તાત્કાલીક વડોદરાની હોસ્પિટલમાં દર્દીને સમયસર સારવાર આપવામાં સફળતા મળી હતી.
મૂળ મધ્ય પ્રદેશના ઈન્દોરના વતની અને હાલ ગુજરાતમાં કાસ્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલ જૈન અગ્રણી ગજેન્દ્ર ભાઈ જૈન પરિવાર અને મિત્રો સાથે વિયેતનામ ગયા હતા. 5 મીએ સાંજે અચાનક બ્રેન સ્ટોક આવતા તેઓને સારવાર માટે વિયેતનામની સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યા જરૂરી સારવાર સુવિધા ઉપલબ્ધ નહિ હોવાને કારણે ભારત લાવવાનું નક્કી થયું હતું. મુંબઈ કે, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર શક્ય નહીં હોવાથી વડોદરાની હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
વિયેતનામમાં સાથે રહેલા ગજેન્દ્ર જૈનના પુત્ર મિલન જૈન દ્વારા જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી આંનદ જૈન, મધ્ય પ્રદેશના નિમચના જજ ફૂલદીપ જૈન, ગુજરાત હાઈકોર્ટના જજ ગુબાનીની ભલામણ અને સહયોગથી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જેથી વિયેતનામથી ગુજરાતમાં વહેલી તકે દર્દીને લાવી શકાય. એર એમ્બ્યુલન્સ અમદાવાદ એરપોર્ટ પહોંચતા DCP ઝોન ચારના ડૉ.કાનન દેસાઈ અને DCP કોમલ વ્યાસ દ્ગારા ગ્રીન કોરિડોર માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરીને વડોદરાની હોસ્પિટલ અને વડોદરા પોલીસ કંટ્રોલ રૂમના ACPએ એમ સૈયદ સાથે સંકલનમાં રહી વ્યવસ્થાઓ ઉભી કરી દર્દી ગજેન્દ્ર જૈનને વડાદરાની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સિંહણ અને દીપડાનો આતંક, બે બાળકોને દબોચી લીધા, જુઓ Video
ઈમરજન્સી હોય છે ત્યારે ઘણીવખત ટ્રાફિક જેવી સમસ્યાના લીધે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ સરળતાથી નીકળી શકતા નથી. જેના લીધે સમયનો વ્યય થાય છે. આવી ઘટનાઓ નિવારી શકાય તેના માટે અમદાવાદમાં ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:09 pm, Tue, 9 May 23