વડોદરામાં PM કિસાન યોજના હેઠળ 49,881 લાભાર્થી ખેડૂતોએ E-KYC કરાવ્યુ નથી, 31 ડિસેમ્બર સુધીમાં નહીં કરાવે તો લાભથી રહેશે વંચિત

|

Dec 26, 2022 | 4:49 PM

Vadodara જિલ્લામાં PM કિસાન યોજના હેઠળ 49,881 લાભાર્થી ખેડૂતોએ E-KYC કરાવ્યુ નથી, આ ખેડૂતો જો 31 ડિસેમ્બર સુધીમાં તેમનુ E-KYC નહીં કરાવે તો યોજનાના લાભ નહીં મેળવી શકે. છેલ્લા એક મહિનાથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પીએમ કિસાન યોજના અંતર્ગત E-KYCની કામગીરી થઈ રહી છે.

વડોદરામાં PM કિસાન યોજના હેઠળ 49,881 લાભાર્થી ખેડૂતોએ E-KYC કરાવ્યુ નથી, 31 ડિસેમ્બર સુધીમાં નહીં કરાવે તો લાભથી રહેશે વંચિત
વાસ્તવમાં કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન યોજના લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6,000નો નાણાકીય લાભ આપવામાં આવે છે.

Follow us on

છેલ્લા એક માસથી રાજયભરના તમામ જિલ્લાઓમાં પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેમા વડોદરા જિલ્લામાં કુલ 1,95,346 એકટીવ ખેડૂતો છે, જે પૈકી આજ દિન સુધી કૂલ 1,45,465 લાભાર્થી ખેડૂતો દ્રારા યોજનાનો લાભ લેવા ઈ-કેવાયસી કરવામાં આવ્યું છે. જિલ્લાના કુલ 49,881 લાભાર્થી ખેડૂતોએ હજુ સુધી E-KYC કરાવ્યું નથી.

વડોદરા જીલ્લામાં કુલ 49,881 લાભાર્થીઓએ E-KYC કરાવ્યુ નથી. જે 31 ડિસેમ્બર 2022 સુધીમાં E-KYC ના કરાવે તો આગામી સમયમાં લાભથી વંચીત રહી જશે. જે તાલુકાવાર E-KYC બાકી છે એમાં વડોદરા ગ્રામ્યમાં 6437 ડભોઈ 7968 કરજણ, 8463 પાદરા 8350, વાઘોડિયા 4623, શિનોર 4338, સાવલી 7013 અને ડેસર 2689 છે.

આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજીયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે. એક માસ પહેલા બાકી E-KYCની તાલુકાવાર સંખ્યા પર નજર કરીએ તો વડોદરા ગ્રામ્યમાં 10595, ડભોઈમાં 11122, કરજણમાં 11877, પાદરામાં 13091, વાઘોડિયામાં 6028, શિનોરમાં 5772, સાવલીમાં 10144 અને ડેસર તાલુકામાં 3851 સહિત કુલ 72,480 જેટલી હતી.

શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી
Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો

ગ્રામ્ય કક્ષાએ તાલુકાના ગામોમાં કેમ્પના આયોજન તેમજ ખેડૂતોને રૂબરૂ મુલાકાત થકી ગ્રામસેવક/ વી.સી.ઈ/ CSC કેન્દ્રના પ્રતિનિધિ / ઈ-ગ્રામ કેન્દ્ર તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીના અથાગ પ્રયત્નો થકી વડોદરા જિલ્લામાં આજ દિન સુધી કુલ સફળ ઈ-કેવાયસીની કામગીરી સંખ્યા વડોદરા ગ્રામ્યમાં 4158, ડભોઈમાં 3154, કરજણમાં 3414, પાદરામાં 4741, વાઘોડિયામાં 1405, શિનોરમાં 1434, સાવલીમાં 3131 અને
ડેસર તાલુકામાં 1162 સહિત જિલ્લાના કૂલ 22,599 લાભાર્થી ખેડૂતોએ ઈ-કેવાયસીની કામગીરી કરાવેલ છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM-KISAN યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજિયાત “e- KYC” કરવાનું થાય છે. આથી વડોદરા જિલ્લાના તમામ ખેડૂત મિત્રોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સરકાર તરફથી સહાય આપવામાં આવી રહી છે.

જેમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
સાથે સાથે PM-KISAN યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ખાતેદાર ખેડૂતની લેન્ડ સીડીંગ (જમીન ખાતા સાથે લિંક) કરાવેલ હોવું અનિવાર્ય છે. તાલુકાવાર આજની સ્થિતિએ સંખ્યા વડોદરા ગ્રામ્યમાં 2130, ડભોઈ 1816, કરજણ 1819, પાદરા 2504, વાઘોડિયા 879, શિનોર 1120, સાવલી 3188 અને ડેસર 928 સહિત જિલ્લાના કૂલ 14,384 લાભાર્થી ખેડૂતોએ લેન્ડ સીડીંગ (જમીન ખાતા સાથે લિંક) ની કામગીરી કરાવેલ નથી. જે ખેડૂતોને રૂબરૂ મુલાકાત થકી ગ્રામસેવક / તલાટી કમ મંત્રી / વી.સી.ઈ/ ઈ-ગ્રામ કેન્દ્ર તેમજ તાલુકા સેવા સદન (તાલુકા વિકાસ અધિકારીની કચેરી) ટી.એલ.ઈ મારફત લીંક પ્રકિયા લેન્ડ સીડીંગ (જમીન ખાતા સાથે લિંક) કરાવી શકે છે.

E-KYC અપડેટ કરવા માટે કયાં જવું ?

E-KYC કરવા માટે પહેલા તો મોબાઈલના જાણકાર ખેડૂત જાતે જ https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx ની વેબસાઈટ પર જઈને E-KYC ઓપશન પર કલીક કરીને અપડેટ કરી શકે છે. જેમાં ખેડૂત મિત્રો પાસેથી તેમનો આધાર નંબર અને લીંક કરેલ મોબાઈલ નંબર માંગશે તેમાં એક OTP ચાર અંકનો આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર OTP છ અંકનો આવશે તે નાખ્યા બાદ ઉપર E-KYC IS SUCCESSFULLY SUBMITTED લખેલું આવે એટલે તમારૂ E-KYC અપડેટ થઈ જાય છે.

E- KYC કરવા માટે શું જરૂરી છે ?

E-KYC કરવા માટે તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે.

આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરવા માટે કયાં જવું ?

જે બેંકમાં એકાઉન્ટ હોય તે સંબધિત બેંક શાખામાં જઈને બેંક એકાઉન્ટને આધાર સાથે લીંક કરાવવું જોઈએ. અથવા નિયત કેવાયસી ફોર્મ ભરી બેંક શાખામાં જમા કરાવવું જોઈએ.

વધુ વિગતો કે મુશ્કેલી માટે જે તે ગામના ગ્રામસેવક/ વી.સી.ઈ/ CSC કેન્દ્રના પ્રતિનિધિ / ઈ-ગ્રામ કેન્દ્ર તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીનો સંપર્ક કરવો

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી

Next Article