VADODARA : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 4 ઓગષ્ટે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાશે

|

Aug 03, 2021 | 9:53 PM

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે.

VADODARA : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં  4 ઓગષ્ટે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાશે
Gujarat CM vijay rupani

Follow us on

VADODARA : પાંચ વર્ષ આપણી સરકારના -સૌના સાથથી સૌના વિકાસના: નારી ગૌરવ દિવસ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે.

જેના ભાગરૂપે મુખ્યમંત્રી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. 4થી ઓગષ્ટે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી શુભારંભ કરાવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાજયના ગ્રામ વિકાસ, શહેરી વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિભાગ દ્વારા નારી ગૌરવ દિવસ નિમિતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ-ખાતમુહૂર્તનો મુખ્યમંત્રી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.

રાજ્યના 10 હજાર જેટલી સખી મંડળોની એક લાખ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

જેમાં શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં 5000 અને ગ્રામ્ય વિસ્તારમાં 5000 આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે.

વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ – ખાતમુહૂર્તનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.

તદઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે.આ પ્રસંગે અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને સખી મંડળની મહિલાઓ હાજર રહેશે.

 

આ પણ વાંચો : RAJKOT : કોરોના મહામારીમાં 1000થી વધુ આવાસ યોજનાના સસ્તા મકાન લેવા કોઇ તૈયાર નથી

આ પણ વાંચો : VADODARA : નવા યાર્ડ અને નિઝામપુરામાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો, ઘરેઘરે બિમારીના ખાટલા

Published On - 9:52 pm, Tue, 3 August 21

Next Article