VADODARA : રાજ્ય સરકારે સયાજી હોસ્પિટલમાં નવા માતૃ અને બાળ આરોગ્ય વિભાગ માટે રૂ.50 કરોડ મંજૂર કર્યા

|

Aug 01, 2021 | 4:54 PM

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જ્ઞાનશક્તિ કાર્યક્રમ પૂરો થયા પછી સયાજી હોસ્પિટલના માતૃ અને બાળ આરોગ્ય વિભાગના નવીનીકરણના સૂચિત આયોજન અન્વયે,તેના નિર્માણ માટે સૂચિત ત્રણ જગ્યાઓની નિરીક્ષણ મુલાકાત કરી હતી.

VADODARA : રાજ્ય સરકારે સયાજી હોસ્પિટલમાં નવા માતૃ અને બાળ આરોગ્ય વિભાગ માટે રૂ.50 કરોડ મંજૂર કર્યા
Vadodara :DyCM Nitin patel

Follow us on

VADODARA : આરોગ્ય વિભાગનું કુશળ નેતૃત્વ કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જ્ઞાનશક્તિ કાર્યક્રમ પૂરો થયા પછી સયાજી હોસ્પિટલના માતૃ અને બાળ આરોગ્ય વિભાગના નવીનીકરણના સૂચિત આયોજન અન્વયે,તેના નિર્માણ માટે સૂચિત ત્રણ જગ્યાઓની નિરીક્ષણ મુલાકાત કરી હતી.

આ અન્વયે નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ, સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજનકૃષ્ણ ઐયર, શહેર પક્ષ અધ્યક્ષ ડો.વિજય શાહ,બાળ રોગ વિભાગના વડા ડો.શીલા ઐયર અને સંબંધિતો સાથે સૂચિત જગ્યાઓની માલિકી અને ઝડપથી કબ્જો મેળવવા સહિતની જરૂરી બાબતોનો પરામર્શ કર્યો હતો.

આ અંગે જાણકારી આપતાં તબીબી અધિક્ષકએ જણાવ્યું કે,નવા અને સુવિધાજનક માતૃ અને બાળ આરોગ્ય વિભાગના નિર્માણ માટે રાજ્ય સરકારે અંદાજપત્રમાં પ્રથમ તબક્કા માટે રૂ.50 કરોડની ઉદાર જોગવાઈ કરી છે.હાલમાં 600 પથારીની સુવિધા સાથે આ વિભાગ બાંધવાનુ આયોજન છે અને હાલમાં તેના માટે અનુકૂળ જગ્યા પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેના હેઠળ આજે નાયબ મુખ્યમંત્રીને યવતેશ્વર કમ્પાઉન્ડ પાસેનો ખાલી પ્લોટ, સયાજી હોસ્પિટલના કીર્તિ મંદિર સ્ટાફ કવાર્ટર પરિસરમાં આવેલી અને હાલમાં ફાજલ થયેલી જગ્યા અને કારેલીબાગમાં ચેપી રોગ હોસ્પિટલ પાસેની જગ્યાઓ બતાવવામાં આવી હતી. તેમણે જિલ્લા કલેકટર સાથે આ જગ્યાઓની માલિકી અને કબ્જો મેળવવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરીને આ કામ ઝડપથી પૂરું થાય તે માટે સૂચન કર્યું હતું.

 

આ પણ વાંચો : vadodara : બહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પી

આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીની અંત્યેષ્ટિ વિધિમાં અનુયાયીઓએ સ્વામીના સંસ્મરણો કર્યા તાજા

Published On - 4:54 pm, Sun, 1 August 21

Next Article