Vadodara: M.S. યુનિવર્સિટીના નામે બોગસ સૂચના વાયરલ, યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાનો પ્રયાસ

|

Feb 08, 2021 | 9:55 AM

વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીના બોગસ લેટરહેડ પર વાયરલ થયેલી અસભ્ય સૂચનાને લઈ હોબાળો મચ્યો. આ બોગસ લેટરમાં 7 ફેબ્રુઆરી પછી બોયફ્રેન્ડ હોવાની સાબિતી આપનાર છોકરીઓને જ ક્લાસરૂમમાં પ્રવેશ આપવાની વાત લખાયેલી છે.

વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીના બોગસ લેટરહેડ પર વાયરલ થયેલી અસભ્ય સૂચનાને લઈ હોબાળો મચ્યો. આ બોગસ લેટરમાં 7 ફેબ્રુઆરી પછી બોયફ્રેન્ડ હોવાની સાબિતી આપનાર છોકરીઓને જ ક્લાસરૂમમાં પ્રવેશ આપવાની વાત લખાયેલી છે. કોઈ ભેજાબાજે બોગસ સર્ક્યૂલર થકી એમ.એસ. યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાનો પ્રયાસ કર્યો. જેને લઈ વિદ્યાર્થી સંગઠનોમાં રોષ ફેલાયો છે. આ બોગસ લેટરને લઈ રજીસ્ટ્રાર સહિત યુનિવર્સિટીનું તંત્ર પણ હરકતમાં આવ્યું. આ ફેક લેટરહેડ તૈયાર કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સયાજીગંજ પોલીસ અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.

Next Video