વડોદરા: ઓમિક્રોનના ખતરાને લઈ આરોગ્ય તંત્ર હરકતમાં, ગોત્રી હોસ્પિટલમાં તૈયાર કરાયો વોર્ડ

|

Dec 09, 2021 | 9:34 AM

Vadodara: ગોત્રી હોસ્પિટલમાં સ્પેશિયલ ઓમિક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તો ગાંધીનગર અને અમદાવાદ સિવિલમાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

Vadodara: કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) ખતરાને પગલે વડોદરાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરની ગોત્રી હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 20 બેડની સુવિધા છે. તમામ બેડ ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવેલી છે.

તો ઓમિક્રોનની દહેશત વચ્ચે બાળકોમાં સંક્રમણનો ખતરો વધવાની શક્યતા છે. ત્યારે વડોદરા SSG હોસ્પિટલના બાળરોગ વિભાગમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. બાળકોની વેક્સિન હજુ આપવામાં આવી નથી. ત્યારે ઓમિક્રોનના વધતા સંક્રમણને પગલે જો બાળકો સંક્રમિત થાય તો હોસ્પિટલ ખાતે પૂરતી વ્યવસ્થા હોવાનું બાળરોગ વિભાગના વડા ડોક્ટર શીલા ઐયરે જણાવ્યું છે.

જણાવી દઈએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધારાના ઓમીક્રોન વોર્ડની પણ શરૂઆત કરી છે. તે રીતે હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ઓમીક્રોનને લઈ નવો વોર્ડ શરૂ કરાયો છે. જેમાં હોસ્પિટલના 5માં માળે ઓમિક્રોન તથા કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. હાલ કુવૈતથી આવેલા મુસાફરો વોર્ડમાં દાખલ છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને દાખલ કરાયા છે અને ઓમિક્રોન માટે સેમ્પલ મોકલાયા છે.

 

આ પણ વાંચો: Share Market : ઓમિક્રોનની ચિંતા હળવી થતા બજારમાં તેજી છવાઇ, Sensex અને Nifty માં 0.3 ટકાનો પ્રારંભિક ઉછાળો

આ પણ વાંચો: તો શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે? PM મોદીની CCS બેઠકમાં CDSના નામ પર ચર્ચા : સૂત્રો

Next Video