વડોદરાના દરજીપુરાનાં ગ્રામજનો વિફર્યા, બેનર લગાવી લખ્યુ કે કામચોર પદાધિકારીઓએ પ્રવેશ કરવો નહી

|

Jun 08, 2020 | 12:20 PM

વડોદરાના દરજીપુરા ગામમાં પદાધિકારીઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા છે. ગામમાં પાયાની સુવિધાઓના અભાવથી ગ્રામજનો રોષે ભરાયા અને ગામમાં ધારાસભ્ય અને કોર્પોરેટરના ફોટાઓ સાથે બેનર લગાડી દીધા કે કામચોર લોકો એ પ્વરવેશ કરવા નહી. લોકોને પારાવાર મુશ્કેલી પડતા તેઓ હવે સક્રિય થઇને નિષ્ક્રિય નેતાઓ પાસેથી જવાબ માગી રહ્યા છે. RTIથી ખબર પડી કે, ગામ માટે  તેમના […]

વડોદરાના દરજીપુરાનાં ગ્રામજનો વિફર્યા, બેનર લગાવી લખ્યુ કે કામચોર પદાધિકારીઓએ પ્રવેશ કરવો નહી
http://tv9gujarati.in/vadodara-na-darj…avesh-karvo-nahi/

Follow us on

વડોદરાના દરજીપુરા ગામમાં પદાધિકારીઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા છે. ગામમાં પાયાની સુવિધાઓના અભાવથી ગ્રામજનો રોષે ભરાયા અને ગામમાં ધારાસભ્ય અને કોર્પોરેટરના ફોટાઓ સાથે બેનર લગાડી દીધા કે કામચોર લોકો એ પ્વરવેશ કરવા નહી. લોકોને પારાવાર મુશ્કેલી પડતા તેઓ હવે સક્રિય થઇને નિષ્ક્રિય નેતાઓ પાસેથી જવાબ માગી રહ્યા છે. RTIથી ખબર પડી કે, ગામ માટે  તેમના ચૂંટેલા પદાધિકારીઓ દ્વારા કોઇ ગ્રાન્ટ નથી ફાળવવામાં આવી અને ગામનાં વિકાસના એક પણ કામ નથી થયા.

હાલમાં ગામનાં પ્રવેશ દ્વાર પર જ બેનર લાગી ગયું છે કે જેમાં લખાયું છે કે દરજીપુરા ગામમાં નેતાઓની પ્રવેશબંધી.. અજીત દધીચ અને અનિલ પરમાર જેઓ વોર્ડ-4ના કોર્પોરેટર છે. તેમજ મનીષાબેન વકીલ જેઓ વડોદરાના ધારાસભ્ય છે. આ નેતાઓના ફોટા સાથે ગામમાં બેનરો મારવામાં આવ્યા છે કે તેમણે ગામમાં કોઇ વિકાસના કામ કર્યા નથી, જેથી તેમણે ગામમાં આવવુ નહીં..દરજીપુરા ગામના લોકો આ નેતાઓને પૂછી રહ્યા છે કે મારા દરજીપુરા ગામની ગ્રાન્ટ ક્યાં ગઇ ? અહીના લોકો ખૂબ રોષમાં છે કેમ કે ગામમાં વિકાસના કોઇ કામ થયા નથી. ગામમાં પાણીની સુવિધા નથી, એટલુ જ નહીં, ગામમાં સ્મશાન પણ નથી.લોકોને પારાવાર મુશ્કેલી પડતા તેઓ હવે સક્રિય થઇને નિષ્ક્રિય નેતાઓ પાસેથી જવાબ માગી રહ્યા છે…ગામના લોકોને RTIથી ખબર પડી કે, ગામ માટે કોઇ ગ્રાન્ટ નથી ફાળવવામાં આવી અને ગામમાં વિકાસના એક પણ કામ નથી થયા…2015થી દરજીપુરા ગામનો સમાવેશ કોર્પોરેશનમાં કરવામાં આવ્યો.. જે બાદ આ ગામ લોકોને એમ હતુ કે હવે શહેરની માફક અમારા ગામનો પણ વિકાસ થશે. પણ દરજીપુરામાં તો ગટર, પાણી, સ્મશાન જેવી પાયાની સુવિધાઓ પણ નથી… જો કે હવે ગામ લોકો જાગ્યા છે, અને લડી લેવાના મુડમાં છે..

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article