VADODARA : પાદરા નગરમાં લગ્ન પ્રસંગમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોનીએ લગાવ્યા ઠુમકા

|

Apr 10, 2021 | 2:22 PM

CORONA કહેર વચ્ચે VADODARAના પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ MUSICAL પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી MAMATA SONIએ ઠૂમકા લગાવ્યા હતા.

VADODARA : પાદરા નગરમાં લગ્ન પ્રસંગમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોનીએ લગાવ્યા ઠુમકા

Follow us on

CORONA કહેર વચ્ચે VADODARAના પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ MUSICAL પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી MAMATA SONIએ ઠૂમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. અને કજરા..રે…કજરા…રે..ગીત ઉપર અભેનેત્રી MAMATA SONI ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. પાદરા પોલીસે CORONAની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લોકો કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા

મળેલી માહિતી પ્રમાણે PADARA ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્ન નિમિત્તે PADARA ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં GUJARATI ફિલ્મની અભિનેત્રી MAMATA SONIની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. આ મ્યુઝિકલ પાર્ટીમાં GUJARATI ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ કજરા…રે.. કજરા…રે.. ગીત ઉપર ઠૂમકા લગાવ્યા હતા. અભિનેત્રીના ઠૂમકા જોઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જોડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો કેટલાક લોકો કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

અભિનેત્રીની MUSICAL પાર્ટીનું આયોજન કરતા ચકચાર
ફાર્મ હાઉસમાં ભવ્ય સ્ટેજ બાંધી આયોજીત લગ્ન નિમિત્તેની આ MUSICAL પાર્ટીમાં જોડાયેલા અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ SOCIAL DISTANCE પણ જાળવ્યું ન હતું અને અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂંટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી.

Next Article